PM Modi

DA Hike: કેન્દ્રીય સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરશે વધારો

DA Hike: કર્મચારીઓ અને પેન્શનરનોના ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કર્યો

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ DA Hike:કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં સરકાર જલ્દી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર માર્ચ 2024માં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યૂરો તરફથી લેટેસ્ટ કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર (સીપીઆઈ-આઈડબ્લ્યૂ) ના આધાર પર નક્કી કરવામાં આવે છે.

Bank Holidays in March: માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ, વાંચી લો રજાઓનું લિસ્ટ

ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) સાતમાં કેન્દ્રીય પંચની ભલામણોના આધાર પર નક્કી ફોર્મ્યુલા પ્રમાણે થશે. ઓક્ટોબર 2023માં કેબિનેટે છેલ્લે કર્મચારીઓ અને પેન્શનરનોના ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કર્યો હતો.

આ ચાર ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ ગયું હતું. હવે સરકાર હોળીના તહેવાર પર મોંઘવારી ભથ્થામાં બીજા ચાર ટકાનો વધારો કરશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો