jaya prada

Jaya Prada: અભિનેત્રી જયા પ્રદાની મુશ્કેલી વધી, કોર્ટે પોલીસને ધરપકડ કરવાનો આપ્યો આદેશ

Jaya Prada: સ્પેશિયલ કોર્ટે મંગળવારે જયા પ્રદાને ફરાર જાહેર કરી દીધી છે

બોલિવુડ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Jaya Prada: અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાને કોર્ટે ફરાર જાહેર કરી છે. વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપની ઉમેદવાર રહેલી જયા પ્રદા વિરુદ્ધ આચાર સહિતા ભંગના બે કેસ રાયપુરમાં નોંધાયા હતા. આ મામલે સુનાવણી રામપુરની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી હતી.

કોર્ટે જયા પ્રદા (Jaya Prada) માટે ઘણા બધા સમન્સ જાહેર કર્યા પરંતુ તે કોર્ટની તારીખો દરમ્યાન હાજર રહી નથી. આ ઉપરાંત જયા પ્રદા વિરુદ્ધ વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં જયા પ્રદા કોર્ટમાં હાજર થઈ નથી જેના કારણે હવે જયા પ્રદાને ફરાર જાહેર કરવામાં આવી છે.

Neil wagner Announce Retirement: ટીમમાં પસંદ ન થવાને કારણે આ અનુભવી બોલરે ક્રિકેટને કહ્યુ અલવિદા- વાંચો વિગત

સ્પેશિયલ કોર્ટે મંગળવારે જયા પ્રદાને(Jaya Prada) ફરાર જાહેર કરી દીધી છે. અભિનેત્રીને ફરાર જાહેર કરતા પહેલા કોર્ટે રામપુરના એસપીને ઘણી વખત લેખિતમાં પણ આદેશ કર્યો કે અભિનેત્રી કોર્ટમાં હાજર થાય પરંતુ જયા પ્રદા કોર્ટમાં હાજર થઈ નહીં જેના કારણે કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ 82 સીઆરપીસીની કાર્યવાહી કરીને પોલીસ અધિક્ષકને એક ડેપ્યુટી એસપીની આગેવાનીમાં ટીમ બનાવીને 6 માર્ચ 2024 સુધીમાં અભિનેત્રીને કોર્ટમાં હાજર કરવાના આદેશ કર્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો