ravi kumar dahiya

Ravi dahiya: રવિ દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો, PM મોદીએ આપી શુભેચ્છા

Ravi dahiya: રવિ દહિયાએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા બાદ પરત ફરી રહ્યા છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 ઓગષ્ટઃ Ravi dahiya: રવિ દહિયાએ ઓલિમ્પિકમાં ભારત માટે કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તે ગુરુવારે સાંજે ચાલી રહેલી ગોલ્ડ મેડલ મુકાબલામાં રશિયન કુસ્તીબાજને હરાવી શક્યા ન હતા, પરંતુ તે સિલ્વર સાથે ભારત પરત ફરી રહ્યા છે. ભારત અને રવિ દહિયા માટે આ એક મોટી સિદ્ધિ છે.

રવિ દહિયાએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા બાદ પરત ફરી રહ્યા છે. રવિ દહિયા(Ravi dahiya) ભલે ગોલ્ડ મેડલ ન મેળવી શક્યા, પરંતુ તેમણે કુસ્તીમાં સુશીલ કુમારના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

આ પણ વાંચોઃ Driving licence new rules: સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કર્યા- વાંચો વિગત

2008ની બીજિંગ ઓલિમ્પિકથી જ ભારત કુસ્તીમાં સતત મેડલ જીતી રહ્યું છે. તેમના પહેલા 2012માં લંડન ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારા કુસ્તીબાજ સુશીલ કુમારે આ સિધ્ધી પ્રાપ્ત કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ રવિ દહિયા(Ravi dahiya)ને ઓલિમ્પિકમાં જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘રવિ કુમાર દહિયા એક ઉત્તમ કુસ્તીબાજ છે. તેમની ફાઇટિંગ સ્પિરિટનો કોઈ જવાબ નથી. તેમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભકામનાઓ. ભારતને તેમની શાનદાર સિદ્ધિ પર ગર્વ છે.

Whatsapp Join Banner Guj