vaccine ragistration ambaji

Ambaji door to door vaccination: આરોગ્ય વિભાગે અંબાજી માં ડોર ટુ ડોર જઇ હાલ ઘરે ઘરે પહોંચી રસીકરણ કરવામાં આવી રહ્યુ છે

Ambaji door to door vaccination: આરોગ્ય વિભાગે અંબાજી માં ડોર ટુ ડોર જઇ હાલ ઘરે ઘરે પહોંચી રસીકરણ કરવામાં આવી રહ્યુ છે, કુલ 7700 ઉપરાંત લોકો રસીકરણ માટે નુ લંક્ષ્યાંક..50 કામગીરી પુર્ણ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ ઓગસ્ટ:
Ambaji door to door vaccination: હાલ તબક્કે શ્રાવણ માસ શરૂ થવાનાં આરે છે ને આ શ્રાવણ માસ માં અનેક મેળાવડા યોજાતા હોય છે. એટલુંજ નહીં આગામી 14 સપ્ટેમ્બર થી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મહામેળો આવી રહ્યો છે જોકે અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો ભરાશે કે નહીં તે અનિશ્ચીત છે. તેની કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Ambaji door to door vaccination

પણ જો મેળો ભરાય તો લાખ્ખો ની સંખ્યા માં પદયાત્રીઓ (Ambaji door to door vaccination) ઉમટી પડે ને તેવામાં સ્થાનિક લોકો કોરોના સંક્રમિત બની શકે છે તેવી સંભાવનાઓ સાથે ત્રીજી લહેર નાં આગોતરા આયોજન પ્રમાણે અંબાજી માં કુલ 7700 ઉપરાંત લોકો રસીકરણ માટે ની લાઇનમાં છે.

આ પણ વાંચો…Hockey players prize: ભારતીય મેન્સ હોકી ટીમના આ 10 ખેલાડીને પંજાબ સરકાર આટલા કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપશે

આ તમામ ને તાકીદે 100 ટકા રસીકરણ કરવાં વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગ કામે લાગ્યુ છે. એટલુંજ નહીં હાલમાં અંબાજી માં ટુંક સમયમાં જ 100 ટકા રસીકરણ પુર્ણ કરવાં ની ગાઇડલાઇન સાથે રસીકરણ માટે નાં સેન્ટર પણ વધારી દેવામાં આવ્યા છે. ને સમગ્ર તાલુકા માં જે રસીકરણ નાં ડોઝ પહોંચાડવામાં આવે છે

તેમાં સૌથી વધુ 50 ટકા ડોઝ અંબાજી ખાતે પહોંચડવામાં આવી રહ્યા છે. ને 100 ટકા રસીકરણ પુર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્ન સીલ બન્યુ હોવાનુ દાંતા તાલુકા આરોગ્ય અધીકારી ડૉ. એન.પી ચૌહાણ એ જમાવ્યુ હતુ

Ambaji door to door vaccination

જોકે થોડા સમય માં વધુ રસીકરણ કરવાનું થતુ હોઇ રસીકરણ સેન્ટરો ઉપર લોકો નો ઘસારો પણ વધ્યો છે. એટલુંજ નહીં આ વધુ પડતી ભીડ ભાડ નાં કારણે લોકો રસીકરણ માટે સેન્ટર ઉપર ન પહોંચી શકતાં હોય તેમનાં માટે આરોગ્ય વિભાગે અંબાજી માં ડોર ટુ ડોર જઇ હાલ ઘરે ઘરે પહોંચી રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. તેને પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ને લોકો રસીકરણ નો લાભ લઇ રહ્યા છે.

Whatsapp Join Banner Guj

અંબાજી માં હાલ પણ યાત્રીકો નો ઘસારો યથાવત છે ને ભાદરવી પુનમ નો મેળો રદ્દ થાય ને તે પુર્વે જ યાત્રીકો અંબાજી આવી જાય તે બાબત ને પણ નકારી શકાય તેમ ન હોઇ જીલ્લા વહીવટીતંત્રએ ઝડપ થી રસીકરણ પુર્ણ કરવાં આયોજન હાથ ધર્યુ છે.જોકે હાલ અંબાજી માં 50 ટકા જેટલુ રસીકરણ પુરુ કરી દેવાયુ છે.