shubman gill

Shubman Gill: શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો, ડબલ સેન્ચ્યુ ફટકારતા 269 રન કર્યા

Shubman Gill: વિરાટ કોહલીનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

google news png

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 જુલાઇઃ Shubman Gill: ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગીલે બર્મિંગમના એજબેસ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટમાં નવો જ કિર્તિમાન બનાવ્યો છે. એજબેસ્ટમાં ગીલે સૌથ મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેમણે વિરાટ કોહલીનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટે 2018માં 149 રનની ઈનિંગ રમી હતી.

ટેસ્ટની કેપ્ટન્સી મળતાની સાથે જ પ્રથમ ટેસ્ટમાં શુભમન ગીલે આ ફોર્મેટમાં બિલકુલ અલગ અને શાનદાર અંદાજમાં જોવા મળ્યા છે. હેંડિગ્લેમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટની ઈનિંગમાં તેમણે 147 રન બનાવ્યા હતા. એ સમયે આ તેનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર હતો. જો કે આજે ગીલે ડબલ સેન્ચ્યુરી ફટકારી 269 રન બનાવી નવો કિર્તિમાન રચી દીધો છે.

આ પણ વાંચો:- Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા મુદ્દે વિવાદ વધ્યો, મુસ્લિમ વિસ્તારમાં જઈને બતાવો: રાણે

Gujarat Rain Forecast: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર- વાંચો વિગત

શુભમન ગિલ પાંચમો એવો ભારતીય બેટ્સમેન બની ગયો છે જેના નામે એજબેસ્ટનમાં સદી ફટકારવાનો રેકોર્ડ બન્યો છે. ગીલ પહેલા આ મેદાન પર સચિન, વિરાટ, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા સદી ફટકારી ચુક્યા છે. આ ટેસ્ટમાં પણ જાડેજા સદી ફટકારવાની ઘણો નજીક હતો પરંતુ 89 રનના સ્કોર પર પહોંચતા જ તે આઉટ થઈ ગયો.

ચેતેશ્વર પૂજારા ટીમમાંથી ડ્રોપ થયા બાદ શુભમન ગીલે ટેસ્ટમાં ત્રીજા સ્થાન પર રમવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમાં તે સફળ ન રહ્યો. રોહિત શર્માએ ટેસ્ટ સન્યાસ લીધા બાદ ગીલે કેપ્ટન તરીકે રોહિતનુ સ્થાન લીધુ, તો કોહલીએ પણ ટેસ્ટમાંથી સન્યાસ લીધા બાદ તેમના સ્થાને ચોથા નંબર પર ગીલ બેટીંગ કરી રહ્યો છે. આ નંબર પર અત્યાર સુધીમાં ત્રણ ઈનિંગમાં તે બે ઈનિંગમાં બે સદી ફટકારી છે. જેમા એકમાં તો ગીલે ડબલ સેન્ચ્યુરી ફટકારી છે.

BJ ADVT

ગીલ ત્રીજી સેન્ચ્યુરી પુરી કરવાની એકદમ નજીક હતો ત્યાંજ જોશ ટંગની વિકેટનો શિકાર બની ગયા, ગિલે 269 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જેમા 30 ચોગ્ગા, અને ત્રણ સિક્સર ફટકારી છે. તે ઈંગલેન્ડમાં સૌથી મોટો વ્યક્તિગત ટેસ્ટ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગિલની આ ઈનિંગના દમ પર જ ભારતે 587 રનનો વિશાળ સ્કોર કર્યો છે.

શુભમન ગીલે યાદગાર ઈનિંગ રમી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન ગીલે 255 રન બનાવતાની સાથે જ આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી જે પહેલા કોહલીના નામે હતો. કોહલીએ ઓક્ટોબર 2019માં સાઉથ આફ્રિકા સામે પૂણે ટેસ્ટમાં અણનમ 254 રન બનાવ્યા હતા. જો કે ગીલ ઈંગ્લેન્ડમાં આવુ કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો