Standard 12 Science Result Announced

10th Board Result 2022: આવી ગયું છે ધોરણ 10નું પરિણામ, રાજ્યનું કુલ 65.18 ટકા પરિણામ જાહેર

10th Board Result 2022: ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કહીં ખુશી કહી ગમનો માહોલ

ગાંધીનગર, 06 જૂનઃ 10th Board Result 2022: બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને પરિણામ ઓનલાઇન જોઈ શકે છે… પરિણામની વાત કરીએ તો રાજ્યમાં કુલ 65.18 ટકા પરિણામ જાહેર થયું છે,. જેમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રુપાવટી 94.80 ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રુવાબરી મુવાડા, દાહોદ 19.17 ટકા પરિણામ આવ્યું છે.. તો

સૌથી વધુ પરિણામ ધરાવતો જીલો સુરત 75.64, જ્યારે  સૌથી ઓછું પ્રરિણામ ઘરાવતું જિલ્લો પાટણ 54.29, વાત કરીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાની તો રાજ્યમાં કુલ 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.. 30 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળા 1007 છે.. તો 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 121 જેટલી છે..

આ પણ વાંચોઃ IIFA 2022: શાહિદ કપૂર નોરા ફતેહી સાથે રંગ જમાવશે અને અનન્યા પાંડે સામી-સામી સાથે મચાવશે ધૂમ….

વિદ્યાર્થીઓનું પરિણામ 59.92 ટકા અને વિદ્યાર્થીઓનિઓનું પરિણામ 71.66 નોંધાયું છે એટલે ફરી એક વાર બોર્ડ ધોરણ 10માં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.. અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.50 નોંધાયું છે જ્યારે હિન્દી માધ્યમનું પરીણામ 63.96 જેટલું નોંધાયું છે.. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 6.13 જેટલું નોંધવા પામ્યું છે..

આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે.

આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે . તેઓનું પરિણામ 17.04 ટકા આવેલ છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ India achieves target of 10% ethanol bleeding in petrol: આજે ભારતે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેડિંગના લક્ષ્યનો પ્રાપ્ત કર્યું – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Gujarati banner 01