India achieves target of 10 ethanol bleeding in petrol

India achieves target of 10% ethanol bleeding in petrol: આજે ભારતે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેડિંગના લક્ષ્યનો પ્રાપ્ત કર્યું – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

India achieves target of 10% ethanol bleeding in petrol: તેના 3 ફાયદા થયા છે. 27 લાખ ટન કાર્બન એમિશન ઓછું થયું, ભારતને 41 હજાર કરોડ વિદેશી મુદ્રાની બચત થઈ છે અને ત્રીજો ફાયદો ખેડૂતોને ઈથોનલ બ્લેંન્ડીંગ વધવાથી 40 હજાર કરોડથી વધુ આવક થઈ છે

નવી દિલ્હી, 05 જૂનઃ India achieves target of 10% ethanol bleeding in petrol: પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી આજે દિલ્હીથી વડાપ્રધાને દેશને સંબોધન કર્યું હતું અને આગામી દિવસોમાં પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી દેશમાં થઈ રહેલા કાર્યો વિશે વાત તેમને કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે, પર્યાવરણ દિવસે ભારતે બીજી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આજે ભારતે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેડિંગના લક્ષ્યનો પ્રાપ્ત કર્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે સેવ ધ સોઈલ કાર્યક્રમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી. તેમને કહ્યું હતું કે, આ 10 ટકાની બ્લેંડિંગ કાર્બન એમિશન ઓછું કરવાની સાથે સાથે ખેડૂતો માટે એખથનોલ ઉપયોગથી કમાણી પણ થશે.
આ પણ વાંચોઃ Lumpy virus entry into the state: રાજ્યમાં લમ્પિ વાયરસની એન્ટ્રી, બે પશુઓના મોત થતાં લોકોમાં ગભરાટ

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, દેશ અને દુનિયાના લોકોને આનંદ આવશે. આજે ભારતે પેટ્રોલના 10 ટકા બ્લેંડિંગના ઈથેનોલના લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. ભારત આ લક્ષ્યમાં નક્કી કરેલા સમયના 5 મહિના પહેલા જ પહોંચી ગયું છે. આ ઉપલબ્ધિ મોટી છે. 2014માં ભારતમાં 1.5 ટકા ઈથેનોલની પેટ્રોલ અંદર બ્લેંડીંગ થતી હતી.

તેના 3 ફાયદા થયા છે. 27 લાખ ટન કાર્બન અેમિશન ઓછું થયું, ભારતને 41 હજાર કરોડ વિદેશી મુદ્રાની બચત થઈ છે અને ત્રીજો ફાયદો ખેડૂતોને ઈથોનલ બ્લેંન્ડીંગ વધવાથી 40 હજાર કરોડથી વધુ આવક થઈ છે દેશની ઓઈલ કંપની, ખેડૂતો અને લોકોને શુભેચ્છા આપુ છું. ભારતની પરંપરા રહી છે યાત્રા કરીને આવે છે તેનું અડધું પૂન્ય તેઓ તેમને અડે તો અડધું પૂન્ય મળે છે. તેમ પણ વડાપ્રધાને આજે તેમના ભાષણની અંદર કહ્યું હતું.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Chittagong container depot fire: ચટગાંવના કન્ટેનર ડિપોમાં ભીષણ આગ લાગી, 33ના મોત નીપજ્યા

Gujarati banner 01