complaint was registered against the leader of AAP party

complaint was registered against the leader of AAP party: કેજરીવાલની સભા પૂર્વે આપ નેતા અને મહેસાણા જિલ્લાના પ્રમુખ સામે ફરિયાદ દાખલ થઇ

complaint was registered against the leader of AAP party: અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ની અંદર 5:30 કલાકે મહેસાણા શહેરથી ભવ્ય તિરંગા યાત્રા ને સંબોધન કરશે

મહેસાણા, 06 જૂનઃ complaint was registered against the leader of AAP party: બેનર લગાડવા મુદ્દે આપ નેતા અને મહેસાણા આપના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ દાખલ થઇ છે. ભરત પટેલ સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી. કેજરીવાલની રેલી પૂર્વે ફરિયાદ દાખલ થતા રાજકીય હલચલ મચી ગઈ છે. આપના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કેજરીવાલની રેલી પૂર્વે ફરિયાદ દાખલ થતાં રાજકીય હલચલ મચી જવા પામી છે.

બેનર લગાવવાના મુદ્દે જિલ્લા પ્રમુખ ભરત પટેલ મારપીટ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સભા પહેલા બનર લગાવવાના મામલે પ્રમુખ ભરત પટેલ સહિત ચાર સામે ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચોઃ 10th Board Result 2022: આવી ગયું છે ધોરણ 10નું પરિણામ, રાજ્યનું કુલ 65.18 ટકા પરિણામ જાહેર

Advertisement

ત્યારે આમ આદમી પાર્ટી એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના બેનર ઉતારીને તેમના બેનર લગાવતા હતા, આથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોકવાની કોશિષ કરતા ભાજપ સમર્થિતો એ મારામારી કરેલ હતી અને આમ આદમી પાર્ટીના લોકો વિરૂદ્ધ પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો આપ પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે.

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું સમાપન થયુ છે ત્યારે આજે મહેસાણામાં અરવિંદ કેજરીવાલ આવશે. બપોરના ૩ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અરવિંદ કેજરીવાલ મહેસાણા સર્કિટ હાઉસ જશે મહેસાણા સર્કિટ હાઉસની અંદર થોડો સમય રોકાશે અને ત્યારબાદ ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન મહેસાણામાં કરવામાં આવ્યું છે ત્યારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ની અંદર 5:30 કલાકે મહેસાણા શહેરથી ભવ્ય તિરંગા યાત્રા ને સંબોધન કરશે.(સોર્સઃન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ IIFA 2022: શાહિદ કપૂર નોરા ફતેહી સાથે રંગ જમાવશે અને અનન્યા પાંડે સામી-સામી સાથે મચાવશે ધૂમ….

Advertisement
Gujarati banner 01