12th results

12th Board result 2022: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

12th Board result 2022: આ વર્ષે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 2544 કોપીકેસ થયા હતા

ગાંધીનગર, 04 જૂનઃ 12th Board result 2022: આજે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ 89.23 ટકા મેળવીને છોકરાઓને પાછળ રાખી દીધા છે. ધોરણ 12માં જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લાનું સૌથી ઉંચુ 95.41 ટકા પરિણામ આવ્યું હતું જયારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા જ પરિણામ આવ્યું છે. કેન્દ્રમાં ડભોઇનું સૌથી ઓછું 56.43 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર કેન્દ્રમાં 3 કેન્દ્ર સુબીર, છાપી, અલારસાનો સમાવેશ થાય છે. 1064 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે અને ફક્ત 1 જ શાળાનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે.

વિદ્યાર્થીની 89.23 ટકા સાથે રહી આગળ 

ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે તેમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ છોકરાને પાછળ રાખી દીધા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 89.23 ટકા છે જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 84.68 છે. 

Advertisement

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ પરિણામ બોર્ડની વેબસાઈટ http://gseb.org/ પર જોઈ શકાશે. નિયમિત વિદ્યાર્થીનું 84.67 ટકા પરિણામ આવ્યું છે જયારે નિયમિત વિદ્યાર્થીનીનું પરિણામ 89.23 ટકા છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં 3,35,145 ઉપસ્થિત નિયમિત ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 

આ પણ વાંચોઃ Covid-19 cases rising again in india: દેશમાં ત્રણ મહિના પછી ફરી કોરોનાનો કહેર, 4000ની પાર પહોચ્યા કેસ

જિલ્લા પ્રમાણે પરિણામ 

Advertisement
  • અમદાવાદ જિલ્લાનું 81.92 ટકા પરિણામ
  • જૂનાગઢ જિલ્લાનું 86.50 ટકા પરિણામ
  • સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ 
  • ભાવનગર જિલ્લાનું  93.9 ટકા પરિણામ 
  • રાજકોટ જિલ્લાનું  88.72 ટકા પરિણામ
  • કચ્છ જિલ્લાનું  91.24 ટકા પરિણામ (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Gujarati film Nayakadevi tax free: ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે

Gujarati banner 01