corona image

Covid-19 cases rising again in india: દેશમાં ત્રણ મહિના પછી ફરી કોરોનાનો કહેર, 4000ની પાર પહોચ્યા કેસ

Covid-19 cases rising again in india: દેશમાં પાંચ રાજ્યમાં ફરીથી એક વખત કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો

નવી દિલ્હી, 03 જૂનઃ Covid-19 cases rising again in india: દેશમાં કોરોનાના દૈનિક કેસ ત્રણ મહિના પછી ફરી 4000ની પાર પહોચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4041 નવા કોરોના સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સક્રિય કેસ પણ છેલ્લા 24 કલાકમાં 1668નો વધારો થયો છે અને આ વધીને 21,177 થઇ ગયો છે.

છેલ્લા કેટલાક દિવસમાં નવા સંક્રમિત અને સક્રિય કેસ સતત વધ્યા છે. આ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે વિમાનમાં માસ્ક ના પહેરવા પર દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Gujarati film Nayakadevi tax free: ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા અપડેટમાં દૈનિક કેસમાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. મંત્રાલય અનુસાર દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 43,168,585 પર પહોચી ગઇ છે જ્યારે મૃતકની સંખ્યા પણ વધીને 5,24,651 થઇ ગઇ છે. સક્રિય કેસમાં પણ છેલ્લા 24 કલાકમાં 1668નો વધારો થયો છે અને આ વધીને 21,177 થઇ ગયો છે.

ગુરૂવારે પણ દેશમાં કોરોનાના કેસ 35.2 ટકા વધ્યા હતા. ગુરૂવાર સવારે 24 કલાકમાં કોરોનાના 3,712 નવા કેસ મળ્યા હતા જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. કોવિડના નવા કેસ મોટાભાગે કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને કર્ણાટકમાં મળી રહ્યા છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Increase in GST revenue: કેન્દ્ર સરકારની GSTની આવક 44 ટકા વધીને રૂ. 1.4 લાખ કરોડ થઈ

Gujarati banner 01