school student edited

GUJARAT DIWALI VACATION: ગુજરાત સરકારે દિવાળી વેકેશનની જાહેરાત કરી, શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન

GUJARAT DIWALI VACATION: દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે

ગાંધીનગર, 19 ઓક્ટોબરઃ GUJARAT DIWALI VACATION: શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીનું દર વર્ષે 21 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે ત્યારે પ્રથમસત્રની પરીક્ષાઓ પુર્ણ થયા બાદ આવતીકાલ એટલે કે, તા. 20 ઓક્ટોબરથી તમામ શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવશે. દિવાળી વેકેશન આગામી તા.09 નવેમ્બરના રોજ પુર્ણ થશે અને તા.10મી નવેમ્બરથી દ્વિતિય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અભ્યાસને બાજુ પર મુકીને તહેવારો ઉજવતા જોવા મળશે. 

આ પણ વાંચોઃ Bank holiday oct list: ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ- ઝટપટ પતાવી લેજો બેન્કના કામ- અહીં જુઓ રજાઓની યાદી

હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી… દિવાળીની ઉજવણીમાં નાના બાળકોથી લઇ મોટેરાઓ માટે ખુશીનો તહેવાર છે. એટલું જ નહિ, શાળાઓમાં વર્ષોથી દિવાળીની 21 દિવસની રજા આપવાની પરંપરા છે. ત્યારે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતની શાળા કોલેજ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. 

વેકેશનમાં દિવાળી ઉપરાંત દિવાળીના વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10 નવેમ્બરથી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે. દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.

આ પણ વાંચો: Cultivation of Dragon Fruit: 3 એકરમાં વિદેશી કમલમની દેશી ઢબે ખેતી કરી રૂ.12 લાખનો ચોખ્ખો નફો મેળવતા ગુજરાતના ખેડૂત જશવંતભાઈ પટેલ

Gujarati banner 01