Untitled

PM inaugurates Defence Expo-2022: આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યુ- જાણો વિગત

PM inaugurates Defence Expo-2022: ડિફેન્સ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીનું ડિફેન્સ એક્સપોમાં હાર્દિક સ્વાગત છે, આત્મ નિર્ભર ભારત માટે તમામ સાથે મળીને કામ કરી રહ્યા છીએ

ગાંધીનગર, 19 ઓક્ટોબરઃ PM inaugurates Defence Expo-2022: નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાત આવી રહ્યા છે. મદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ PM મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે.

મહાત્મા ગાંધી ખાતે ડિફેન્સ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીનું ડિફેન્સ એક્સપોમાં હાર્દિક સ્વાગત છે. MSMEને પ્રોત્સાહન આપીને રક્ષા ક્ષેત્ર સાથે જોડી રહ્યા છીએ. આત્મ નિર્ભર ભારત માટે તમામ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 10થી વધુ દેશોના રક્ષા મંત્રીઓ સાથે દ્વિ પક્ષીય વાત ચીત થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. એરો સ્પેસ અને અંડર વોટર પણ સુરક્ષા માટે કામ કરી રહ્યા છીએ. પીએમના નેતૃત્વમાં ફક્ત રક્ષા ક્ષેત્ર જ નહીં તમામ આર્થિક સેક્ટરમાં પણ દેશ આગળ વધી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, આ બે દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી પહેલાં ભેટ આપવાના છે. આજે સવારે 9:45 કલાકે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો-22નું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

ત્યારબાદ 6 વાગ્યાની આસપાસ પીએમ મોદી ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે અને રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 7:20 વાગ્યે પીએમ મોદી રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. 

આ પણ વાંચોઃ GUJARAT DIWALI VACATION: ગુજરાત સરકારે દિવાળી વેકેશનની જાહેરાત કરી, શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન

આ પણ વાંચોઃ Bank holiday oct list: ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ- ઝટપટ પતાવી લેજો બેન્કના કામ- અહીં જુઓ રજાઓની યાદી

Gujarati banner 01