Attack on Shia mosque in Kandahar

Attack on Shia mosque in Kandahar: અફઘાનના કંધારની શિયા મસ્જિદ પર હુમલો, નમાઝ દરમ્યાન થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 16 લોકોના મોત

Attack on Shia mosque in Kandahar: ગત અઠવાડીયે, ISએ ઉત્તરી પ્રાંત કુંદુજમાં એક શિયા મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલામાં 100 લોકોના મોત નિપજ્યા હતા

કાબુલ, 15 ઓક્ટોબરઃAttack on Shia mosque in Kandahar: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન આવ્યા પછી ઘણા હુમલાઓ પણ થયા છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં ગુરુવારે એક મોટો હુમલો થયો છે. આ હુમલો શહેરના પીડી1માં થયો હતો. જે ફાતેમેહ ઈમામ બારગાહ મસ્જિદ પાસે સ્થિત છે.

મામાલાની જાણકારી સ્થાનિક ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આપવામાં આવી છે. આ હુમલામાં સંખ્યાબંધ લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. મસ્જિદમાં હંમેશા શિયા સમુદાયના સભ્યો આવે છે, જેને ઈસ્લામિક સ્ટેટનું સમૂહ નિશાન બનાવે છે. ગત અઠવાડીયે, ISએ ઉત્તરી પ્રાંત કુંદુજમાં એક શિયા મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલામાં 100 લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચોઃ Corona on the Film set:ફિલ્મ ઓ માય ગોડ ટુના સેટ પર કોરોનાનો હાહાકાર, તાત્કાલિક શુટિંગ રોકી દેવામાં આવ્યું!

અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તામાં આવ્યા એ પહેલા શાંતિ ન હતી, સત્તા મળ્યા પછી પણ શાંતિ નથી. ઉલટાની હવે અફઘાનિસ્તાનની સ્થિતિ નધણિયાતી ભૂમિ જેવી થઈ ગઈ છે. અમેરિકનો 20 વર્ષ પછી અફઘાની પ્રજાની રગ ઓળખી શક્યા ન હતા. તાલિબાનો અફઘાનિસ્તાનની ધરતીમાં જ મોટા થયા છે, છતાં પણ દેશ પર કાબુ કરી શક્યા નથી અને ક્યારેય કરી શકે એવી કોઈ શક્યતા નથી

આ વિસ્ફોટ મસ્જીદમા થયો હતો ત્યારે તેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર હતા. અલ્લાહ પાસે દુવા માંગવા આવેલા એ નાગરિકોને મોત મળ્યું છે, તો મોટી સંખ્યામાં ઘાયલ પણ થયા છે. મસ્જીદમાં ઘણા નાગરિકો હોવાથી મોતનો આંકડો પણ ઊંચો હોવાની શક્યતા છે. ઘટનાના વિડીયો અને ફોટોમાં પણ લાશોની સંખ્યા ઘણી હોવાનું જણાય છે.

આ પણ વાંચોઃ jee advanced result announced: જયપુરનો મૃદુલ દેશમાં પહેલા ક્રમે, તો અમદાવાદનો નમન સોની છઠ્ઠા ક્રમે, ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થી

હજુ થોડા દિવસ પહેલા જ અફઘાનિસ્તાનના કુંદુઝ નગરમાં વિસ્ફોટ થયો હતો. એ વિસ્ફોટ પણ મસ્જીદમાં હતો અને આત્મઘાતિ પ્રકારનો હતો. એટલે કે આતંકી પોતે શરીર પર વિસ્ફટકો વિંટાળીને આવ્યો હતો. એ વખતે 50 નાગરિકોના મોત થયા હતા.

Whatsapp Join Banner Guj