pakistan criket team

T-20 Worldcup: યુએઈ જવા માટે રવાના થઈ પાકિસ્તાની ટીમ, ફેન્સે કહ્યું -ભારત સામે મેચ હારી તો થશે..- વાંચો વિગત

T-20 Worldcup: હાલ સૌ કોઈની નજર 24 ઓક્ટોબરના રોજ આયોજિત ભારત-પાકિસ્તાન મેચ પર છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 ઓક્ટોબરઃT-20 Worldcup: આજે બે ધુરંધર ટિમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા વચ્ચે આઇપીએલની ભવ્ય ફાઇનલ મેચ યોજાશે ત્યારે આ આઇપીએલના અંત સાથે જ 17 તારીખના રોજ ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત થશે. હાલ સૌ કોઈની નજર 24 ઓક્ટોબરના રોજ આયોજિત ભારત-પાકિસ્તાન મેચ પર છે. હાલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ યુએઈ જવા માટે રવાના થઈ ચુકી છે ત્યારે પાકિસ્તાની ટીમના ચાહકોએ ટીમને સ્પષ્ટ શબ્દોમા ભારત સામેની મેચ જીતવા માટેની હુંકાર લગાવી છે.

આ પણ વાંચોઃ Corona on the Film set:ફિલ્મ ઓ માય ગોડ ટુના સેટ પર કોરોનાનો હાહાકાર, તાત્કાલિક શુટિંગ રોકી દેવામાં આવ્યું!

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાની ટીમ સાથેની એક ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરી હતી. આ ફોટો પોસ્ટ કર્તાની સાથે જ પાકિસ્તાની કપ્તાન બાબરે તેમના ચાહકોને અનુલક્ષીને લખ્યું હતું કે, તમારો સાથ-સહકાર અમારા માટે ખુબ જ ખાસ છે, ટીમનો આવી જ રીતે સાથ આપતા રહેજો અને ટીમ આ મેચ(T-20 Worldcup)માં સારું એવું પ્રદર્શન કરે એવી અલ્લાહને દુઆ કરજો અને વિશ્વાસ રાખજો

Advertisement

બાબર આઝમનો આ પહેલો ટી-20 વર્લ્ડ કપ છે કે, જેમાં તે ટીમનુ કપ્તાન પદ સાંભળી રહ્યા છે. આઝમના આ ટ્વીટ નીચે પાકિસ્તાનની ટીમના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ ભારત સામેની મેચ અંગે સલાહ પણ આપી હતી. એક યુઝરે આ ટ્વીટમાં લખ્યું છે કે, જો તે 24 ઓક્ટોબરની મેચ જીતીને જ આવજો અને જો મેચ ના જીતી શકો તો ઘરે જ ના આવતા. બીજા અમુક યુઝર્સે લખ્યું કે, અમને તમારી કેપ્ટન્સી પર વિશ્વાસ છે. તમે જાઓ અને સારી રીતે રમો

બીજી તરફ ભારતીય લોકોએ પણ ભારત ટીમ વતી કોમેન્ટ લખવાનું શરૂ કર્યું અને કહ્યું કે, જીતશે તો ભારત જ કારણકે, અમારી પાસે ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ અને અનુભવી ખેલાડીઓ છે. ઘણા ટ્વિટર યુઝર્સે તો આ ટ્વીટના જવાબમાં “મૌકા મૌકા” ની જાહેરાત પણ ટ્વીટ કરી હતી અને પાકિસ્તાનને વર્લ્ડકપમાં ભારત સામેના જુના પ્રદર્શનના રેકોર્ડની યાદ અપાવી હતી. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને ભારતને કોઈપણ વર્લ્ડકપમાં હરાવ્યું નથી પછી તે 50 ઓવરનો વર્લ્ડ કપ હોય કે ટી-20 વર્લ્ડ કપ.

Advertisement

આ પણ વાંચોઃ Attack on Shia mosque in Kandahar: અફઘાનના કંધારની શિયા મસ્જિદ પર હુમલો, નમાઝ દરમ્યાન થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 16 લોકોના મોત

અત્યારસુધીમા ટી-20 વર્લ્ડકપમા જેટલી પણ વાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટિમ આમને-સામને ટકરાઈ છે તેટલી વાર જીત ભારતની જ થઇ છે. જો આપણે પાછળના મેચના રેકોર્ડ જોઈએ તો વર્ષ 2007, વર્ષ 2012, 2014, વર્ષ 2016 માં ટી-20 વર્લ્ડકપ દરમિયાન દર મેચમા ભારતની જ જીત થઇ છે. વર્લ્ડ કપ માટે રવાના થતાં પહેલાં બાબર આઝમે આઇસીસીની વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ વખતે તે ભારત સામે જીતશે કારણકે, તેમની પાસે મજબૂત અને અનુભવી ટીમ છે. યુએઈની આ ક્રિકેટ પીચ પર રમવાનો ટીમને ખુબ જ સારો એવો અનુભવ છે

Whatsapp Join Banner Guj

Advertisement