capsules

Corona tablet: હવે ગોળી ખાઈને કોરોનાથી મળશે રક્ષણ; આ દેશે આપી મંજૂરી

Corona tablet: UK પ્રથમ દેશ છે જેણે ગોળી દ્વારા કોરોનની સારવારને મંજૂરી આપી છે.

અમદાવાદ, ૦૬ નવેમ્બર: Corona tablet: મોટાભાગના દેશોમાં હજી પણ કોરોનાનો પ્રકોપ છે. એવા સમયે બ્રિટનને સમાચાર આપ્યા છે. બ્રિટને વિશ્વની પ્રથમ એન્ટિવાયરલ ગોળીના શરતી ઉપયોગને મંજૂરી આપી છે. જે કોવિડ-19ની સારવારમાં મદદરૂપ માનવામાં આવે છે. UK પ્રથમ દેશ છે જેણે ગોળી દ્વારા કોરોનની સારવારને મંજૂરી આપી છે. જોકે આ ગોળી ક્યારે બજારમાં ઉપલબ્ધ થશે તે સ્પષ્ટ નથી. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના કોરોના સંક્રમિત લોકોને આ ગોળીનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. 

આ પણ વાંચો…Corona Positive Report Air Travel: શું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો પણ વિમાન પ્રવાસ કરી શકાશે? આ રાજ્યએ શોધ્યો ઉકેલ

 Corona tablet: અમેરિકાની મર્ક ફાર્મા કંપનીએ આ દવાને બનાવી છે. તેનું નામ ‘મોલનુપીરાવીર’ છે. કોવિડનો હળવો ચેપ ધરાવતા લોકોએ ગોળીને દિવસમાં બે વખત લેવી પડશે. આ એન્ટિવાયરલ ગોળી કોરોનાના લક્ષણોને ઘટાડે છે અને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. હોસ્પિટલો પરનો બોજ ઘટાડવામાં અને ગરીબ દેશો જે મોંઘી કોરોના વેક્સિન નથી ખરીદી શકતા તેમને મોલનુપીરાવીર ઉપયોગી થશે. આ ગોળી કોરોના સામે લડવા અને તેના નિવારણ માટે જરૂરી આ બે પદ્ધતિઓમાં મદદરૂપ થશે. 

જર્મની સહિત અનેક દેશોમાં મોલનુપીરાવીરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે પરીક્ષણોમાં ગોળી કોરોના (Corona tablet) પર અસરકારક હોવાનું જણાયું હતું. આ જ તારણોના આધારે બ્રિટને ગોળીને મંજૂરી આપી છે.

Whatsapp Join Banner Guj