Covishield allowed

Covishield allowed: યુરોપના નવ દેશોએ ભારતની કોવિશિલ્ડ રસી લેનારાઓને પ્રવાસની મંજૂરી આપી- વાંચો સંપૂર્ણ વિગત

Covishield allowed: વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો.ટેડરોસ અધાનોન ઘેબ્રેયેસસે મહામારીને કાબૂમાં લેવાનો અને ગ્લોબલ ઇકોનોમીને પાટે ચડાવવાનો શ્રેષ્ઠ માર્ગ રસીકરણ છે

નવી દિલ્હી 02 જુલાઇઃ Covishield allowed: કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારા ભારતીયોને યુરોપમાં પ્રવાસ કરવા દેવામાં આવે તેવી ભારત સરકારની વિનંતીને પગલે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.

ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા(Covishield allowed) આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે. 

યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અથવા ગ્રીન પાસ ધરાવનારાઓ હવે કોરોના મહામારી દરમ્યાન યુરાપમાં મુક્ત અવરજવર કરી શકશે. આ કાર્યક્રમ હેઠળ જે વ્યક્તિએ યુરોપિયન મેડિસિન એજન્સીએ મંજૂર કરેલી કોરોના રસી લીધી હશે તેને પ્રવાસ પરના કોઇ નિયંત્રણો લાગુ નહીં પડે.

યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતાપ્રાપ્ત કોરોના રસી લેનારાઓને પણ પ્રવાસ કરવાની છૂટ આપી શકે છે. ગ્રીન પાસ યોજના હેઠળ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારાઓને પ્રવાસપાત્ર નહીં ગણે તેવો અંદેશો હતો.  દરમ્યાન બ્રાઝિલના જમણેરી પ્રમુખ જૈર બોલ્સોનારોના વિરોધીઓએ કોરોનાની રસી કોવાક્સિન મેળવવામાં પ્રમુખે ભષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં બોલ્સોનારોની હાલત કફોડી થઇ છે.

Whatsapp Join Banner Guj

ભારતીય બનાવટની કોવાક્સિન રસીના 20 મિલિયન ડોઝ મેળવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થતાં આવતા વર્ષે ચૂંટણી લડીને જીતવાનું બોલ્સોનારો માટે મુશ્કેલ બનશ. દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો વધારે ચેપી વેરિઅન્ટ પ્રસરી રહ્યો હોવાથી લોકડાઉન લદાઇ રહ્યા છે તેમ સરકારની નિષ્ફળતાઓ પણ ખુલ્લી પડી રહી છે.  

દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો.ટેડરોસ અધાનોન ઘેબ્રેયેસસે મહામારીને કાબૂમાં લેવાનો અને ગ્લોબલ ઇકોનોમીને પાટે ચડાવવાનો શ્રેષ્ઠ માર્ગ રસીકરણ છે તેમ જણાવી સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક દેશની દસ ટકા વસ્તીનું રસીકરણ(Covishield allowed) કરવાની હાકલ કરી હતી.

દરમ્યાન આફ્રિકાના વિશેષ કોરોના રાજદૂત સ્ટ્રીવ માસિયીવાઓએ યુરોપની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે આફ્રિકા હાલ ત્રીજા મોજાની ચુંગાલમાં ફસાયેલું છે ત્યારે યુરોપિયન ફેકટરીમાંથી કોરોનાની રસીની એક પણ શીશી આફ્રિકા માટે રવાના થઇ નથી. તેમણે જણાવ્યું હતું કે કોવાક્સ કાર્યક્રમ માટે રસી આપવાની વાતો કરનારા કયા દેશોએ તેમનું ભંડોળ આપવાનું વચન પાળ્યું નથી તે માહિતી પણ દબાવી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ 1st female Indian swimmer: ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની માના પટેલ, કિરણ રિજીજુએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા!