Mana patel

1st female Indian swimmer: ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની માના પટેલ, કિરણ રિજીજુએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા!

1st female Indian swimmer: માના પટેલ અમદાવાદની છે અને તે જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. જ્યાં તે દેશનું નામ રોશન કરશે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 જુલાઇઃ1st female Indian swimmer: ગુજરાતની જાણીતી આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય સ્વિમર માના પટેલ આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જો કે અહીં નવાઈની વાત તો એ છે કે, માના પટેલ અમદાવાદની છે અને તે જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. જ્યાં તે દેશનું નામ રોશન કરશે.

Whatsapp Join Banner Guj

માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે(1st female Indian swimmer) ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઇ છે.

આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતના રમતગમત મંત્રી કિરણ રિજીજુએ પણ માના પટેલ(1st female Indian swimmer)ની આ ઉપલબ્ધિ અંગે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.

રિજિજુએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ (1st female Indian swimmer) ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે. જેને ટોક્યો 2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી કોટાની અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન…’

આ પણ વાંચોઃ GTU start new courses: હવે જીટીયુમાં સંસ્કૃત્તિ , તત્વજ્ઞાન , વિજ્ઞાન , અને આયુર્વેદના વિવિધ શોર્ટટર્મ કોર્સિસ ચલાવવામાં આવશે- વાંચો વધુ વિગત