covid self test

Covi self: ‘‘કોવિ સેલ્ફ’’ના ગુજરાત પાર્ટનર કિટનું નિદર્શન કરી સેલ્ફ ટેસ્ટિંગ માટેની ઉપયોગીતાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને માહિતગાર કર્યા

Covi self: કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વ્યાપક ટેસ્ટિંગના અભિગમમાં ‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ વધુ જાગૃતિ લાવશે ’: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

  • કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ના (Covi self) ગુજરાત પાર્ટનર મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૦૨ જુલાઈ:
Covi self: કોરોના મહામારીના સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઇ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ માયલેબ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપના સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો…Tarapur school: તારાપુર ખંભાત વિસ્તાર ની નવ જેટલી શિક્ષણ સંસ્થાઓ માં આમૂલ પરિવર્તન આવ્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ આ કોવિ સેલ્ફ (Covi self) કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટનું નિદર્શન અને વિસ્તૃત વિગતો આ પ્રોડકટના ગુજરાત પાર્ટનર અને સુપર સ્ટોકિસ્ટ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇ પૂજારા અને ટિમ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વ્યાપક ટેસ્ટિંગના અભિગમમાં આ ‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે તેવી અપેક્ષા વ્યકત કરતાં પૂજારા ગૃપને આ કિટના રાજ્યમાં સફળ વિતરણ માટેની શુભેચ્છાઓ આપી હતી.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટની જરૂરિયાત ઊભી થઇ હતી. હવે, આવી સેલ્ફ ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા પોતાની જાતે જ કોરોના ટેસ્ટ કરવાની સગવડ આપવામાં ઉપયુકત બનશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

માયલેબ દ્વારા નિર્માણ પામેલી આ કોવિ સેલ્ફ (Covi self) કિટથી પુખ્તવયની વ્યક્તિઓ પોતાની જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરીને ICMR પ્રમાણિત સર્ટીફિકેટ પણ મેળવી શકે છે તેમ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું. આ વેળાએ કોવિ સેલ્ફના પ્રતિનિધિઓ સંજીવભાઇ કુંબાવત, વિક્રમસિંહ જાડેજા, ધર્મેશભાઇ ડંડેયા પણ ઉપસ્થિત રહ્યા હતા.