Durga puja pandal bangladesh

Durga puja pandal: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળોમાં કટ્ટરવાદીઓએ કરી તોડફોડ, ભારતના વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા અપીલ

Durga puja pandal: બંગાળના ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ આ મામલામાં પીએમ મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે. આ માટે તેમણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો

નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃ Durga puja pandal: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન કટ્ટરવાદીઓએ સંખ્યાબંધ દુર્ગા પૂજા પંડાળોમાં તોડફોડ કર્યા બાદ હિન્દુ સમુદાયમાં હાહાકાર મચી ગયો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. બંગાળના ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ આ મામલામાં પીએમ મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે. આ માટે તેમણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે.

આ પહેલા ટીએમસીના નેતા અને પ્રવક્તા કુણાલ ઘોષે પણ આ મામલામાં બાંગ્લાદેશની સરકારને કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. બાંગ્લાદેશમાં એમ પણ છેલ્લા કેટલાક સમયથી કટ્ટરવાદીઓનો પ્રભાવ વધી રહ્યો છે. તાજેતરમાં પણ હિન્દુ મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ BRTS Bus Service Resumed: અમદાવાદમાં આ રુટ પરની BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે- વાંચો બસના રુટ વિશે

શુવેન્દ અધિકારીએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યુ છે કે, હું તમારુ ધ્યાન દુર્ગા પૂજા પંડાળોમાં તોડફોડ તરફ દોરવા માંગુ છું. બાંગ્લાદેશમાં કટ્ટરવાદી પરિબળોને હિન્દુઓ પર હુમલા કરવાની આદત પડી ગઈ છે. વર્તમાનમાં સનાતની લોકોની ત્યાં બહુ ખરાબ હાલત છે. આ પૈકીના ઘણા લોકો બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળમાં વસવા મજબૂર બન્યા છે. આ બાબતે તમે કાર્યવાહી કરો તેવી અપીલ છે.

બીજી તરફ બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલનુ કહેવુ છે કે, 13 ઓક્ટોબરનો દિવસ બાંગ્લાદેશના ઈતિહાસનો કાળો દિવસ હતો. આઠમના દિવસે પંડાળોમાં તોડફોડ કરાઈ હતી. હવે હિન્દુઓને પંડાળોની સુરક્ષા કરવાની ફરજ પડી રહી છે. આમ છતા આખી દુનિયા ચૂપ છે. બાંગ્લાદેશમાં સારા મુસ્લિમો છે એટલે અમે હજી જીવતા છે. હિન્દુઓ સાથે ઉભા રહેલા તમામ મુસ્લિમોનો ધન્યવાદ. અમે ઈસ્લામનુ સન્માન કરીએ છે અને ઈસ્લામ ક્યારેય આ પ્રકારની તોડફોડનુ સમર્થન કરતો નથી.

આ પણ વાંચોઃ Oil Rates: સરકારે કરી મોટી ઘોષણા, ખાદ્ય તેલ પર ઘટાડ્યો ટેક્સ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj