Elon Musk should provide internet in Iran

Elon Musk should provide internet in Iran: હિજાબવિરોધી મહિલાઓ માટે ઈલોન મસ્કે ચાલુ કરી સેટેલાઈટ સર્વિસ- વાંચો વિગત

Elon Musk should provide internet in Iran: અમેરિકાની બાઈડેન સરકારે મસ્કને ઈરાન માટે સેટેલાઈટ સર્વિસ શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ Elon Musk should provide internet in Iran: ઈરાનમાં સતત હિજાબવિરોધી દેખાવો ચાલી રહ્યા છે. તેનાથી ડરેલી ઈરાન સરકારે દેશભરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે કે પછી સ્પીડ ઘટાડી દીધી છે. ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કે તેમના સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ સ્ટારલિન્કને ઈરાન માટે ચાલુ કરવાની જાહેરાત કરી છે. મસ્કનું આ પગલું ઈરાનમાં હિજાબનો વિરોધ કરી રહેલી મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થયું છે. અમેરિકાની બાઈડેન સરકારે મસ્કને ઈરાન માટે સેટેલાઈટ સર્વિસ શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

દરમિયાન ઈરાન સરકારે તહેરાન સહિત દેશની 20 મુખ્ય યુનિવર્સિટીને બંધ કરી ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓને પણ ઈન્ટરનેટ વિના ક્લાસમાં હાજરી આપવામાં તકલીફ થઇ રહી છે. ઈરાનમાં શુક્રવારથી જ બે વર્ષ બાદ નવું એકેડમિક યર શરૂ થયું હતું.

આ પણ વાંચોઃ Mann Ki Baat Listening Program: જામનગરના રામ મંદિર ખાતે સામૂહિક મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો

ઉલ્લેખનીય છે કે, માશા અમીનીની દફનવિધિનો એક વીડિયો વાઈરલ થયો છે. ત્યાં આવેલા એક મૌલવીની માશાના પિતા ઝાટકણી કાઢી રહ્યા હતા. તેમણે મૌલવીને દફનવિધિની પ્રક્રિયા કરવા દીધી ન હોતી. કહ્યું કે નિર્લજ્જ, તમે મારી દીકરીને વાળની બે લટ હિજાબમાં નહીં ઢાકવાને કારણે મારી નાખી. તમારા ઈસ્લામે તો મારી દીકરીને ત્યજી દીધી હતી. હવે તમે બધાં અહીં શું કરવા આવ્યા છો. તમારા ઈસ્લામને લઈને અહીંથી જતા રહો.

ઈરાનમાં સરકાર સમર્થિત અમુક મહિલા સંગઠનોએ હિજાબના સમર્થનમાં દેખાવ શરૂ કરી દીધા છે. હિજાબ સમર્થક દેખાવોમાં સામેલ મોટા ભાગની મહિલાઓ 40 વર્ષથી વધુ વયની છે. તેમને મદરેસામાં ભણતાં વિદ્યાર્થીઓનું સમર્થન મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Khoj Museum at surat: સુરત ખાતે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપતા ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્દઘાટન કરશે- વાંચો અહીંની વિશેષતા

Gujarati banner 01