3 Rotis: શું તમે જાણો છે કે થાળીમાં એક સાથે 3 રોટલી કેમ પીરસવામાં આવતી નથી?
3 Rotis: 3 રોટલીઓ ન પીરસવી જોઈએ. પણ તેની પાછળનુ કારણ શુ છે

ધર્મ ડેસ્ક, 13 સપ્ટેમ્બરઃ 3 Rotis: તમે પણ તમારા વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે થાળીમાં એક સાથે 3 રોટલીઓ ન પીરસવી જોઈએ. પણ તેની પાછળનુ કારણ શુ છે આવો આ વિશે વિગતે જાણીએ…
ધાર્મિક માન્યતાઓ મુજબ થાળીમાં ત્રણ રોટલી મુકવાનો મતલબ મૃતકના ભોજન સમાન માનવામાં આવે છે. તેથી ત્રણ રોટલી એક સાથે પીરસવી જોઈએ નહી.
તેરમાના સંસ્કારમા મૃતક માટે જે ભોગ કાઢવામાં આવે છે તેમા અનેક સ્થાન પર 3 રોટલી મુકવામાં આવે છે. તેથી પણ થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ત્રણની સંખ્યામાં ન તો કશુ આપવામાં આવે છે અને ન તો કશુ લેવામાં આવે છે.
કહેવાય છે કે 3 રોટલીઓ પીરસવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને પરિવારના લોકો બીમાર થવા શરૂ થઈ જાય છે.
આ પણ વાંચો:- Vibrant Navratri-2025: વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે
અનેક માન્યતાઓ મુજબ થાળીમાં ત્રણ રોટલી એક સાથે મુકીને ખાવાથી વ્યક્તિના મનમાં બીજા લોકો પ્રત્યે શત્રુતાનો ભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી વ્યક્તિની અંદર લડાઈ-ઝગડા કરવાની ભાવના અનેક ગણી વધી જાય છે .

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.