Rajkot Division Train Affected: રાજકોટ ડિવિઝનમાં કેટલીક ટ્રેનો પ્રભાવિત
Rajkot Division Train Affected: કનકપુરા યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત
રાજકોટ, 16 માર્ચ: Rajkot Division Train Affected: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન હેઠળ આવેલા કનકપુરા યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યના કારણે રેલ સંચાલનને વધુ સુગમ અને અસરકારક બનાવવા તથા રેલ લાઇનોની ક્ષમતા વધારવા માટે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.
આ કાર્ય હેઠળ કેટલીક રેલ લાઇનો વચ્ચે વધારાના કનેક્શન બનાવવામાં આવશે તેમજ બે લાઇનોને લગભગ 100 મીટર સુધી લંબાવવામાં આવશે, જેના કારણે યાર્ડમાં ટ્રેનોના સંચાલનની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે.
આ વિકાસ કાર્ય દરમિયાન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
આંશિક રીતે રદ ટ્રેનો:
1) 11.05.2026ના રોજ ઓખાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 20951 ઓખા–જયપુર એક્સપ્રેસને ઓખાની જગ્યાએ અજમેર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન અજમેર–જયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ પણ વાંચો:- Gujarat LPG Helpline: ગુજરાતમાં LPG અંગે કોઈ અછત નહીં, નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર
2) 12.05.2026ના રોજ જયપુરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 20952 જયપુર–ઓખા એક્સપ્રેસ જયપુરની જગ્યાએ અજમેરથી શોર્ટ ઓરિજિનેટ એટલે કે પ્રારંભ થશે. તેથી આ ટ્રેન જયપુર–અજમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
પરિવર્તિત માર્ગેથી ચલાવાનારી ટ્રેનો:
1) 08.05.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ફુલેરા–જયપુર–રેવાડીના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચલાવવામાં આવશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશનો પર નહીં જશે.
2) 09.05.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ફુલેરા–જયપુર–રેવાડીના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચલાવવામાં આવશે. આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર નહીં જશે.
3) 11.05.2026ના રોજ મુઝફ્ફરપુરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ રેવાડી–અલવર–જયપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ રેવાડી–રિંગસ–ફુલેરા મારફતે ચલાવવામાં આવશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર નહીં જશે.
રેલ મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરે જેથી કોઈ અસુવિધા ન થાય.

