train 4

Train Diversion: અમદાવાદ–વીરમગામ રેલખંડ પર બ્લોકથી રાજકોટ મંડળની અનેક ટ્રેનો પ્રભાવિત

​ Train Diversion: અમદાવાદ–વિરમગામ રેલખંડ પર બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાજકોટ, 07 ઓગસ્ટ: અમદાવાદ –વિરમગામ રેલખંડના સાણંદ અને જાખવાડા સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીના કમિશનિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. જેના પરિણામે રાજકોટ ડિવિઝનને સંબંધિત કેટલીક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીણાના જણાવ્યા અનુસાર પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

​રદ્દ કરાયેલી ટ્રેન:

1) ​ટ્રેન નંબર 22959/22960 વડોદરા–જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ (08 ઓગસ્ટ 2026થી શરૂ થતી મુસાફરી) સંપૂર્ણપણે રદ્દ રહેશે.

​ રૂટ ડાયવર્ઝન (માર્ગ પરિવર્તન):

1) ​ટ્રેન નંબર 11466 જબલપુર–વેરાવળ એક્સપ્રેસ (07 ઓગસ્ટ 2026થી શરૂ થતી મુસાફરી) અમદાવાદ–વિરમગામ–સુરેન્દ્રનગરના બદલે સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદ–વેરાવળ માર્ગે ચાલશે. પરિણામે આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, ભક્તિનગર, ગોંડલ, વીરપુર અને નવાગઢ સ્ટેશનો પર નહીં ઊભી રહે.

2) ​ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (08 ઓગસ્ટ 2026થી શરૂ થતી મુસાફરી) વિરમગામ–કટોસણ રોડ–કલોલ–સાબરમતી–અહમદાબાદ માર્ગે ચાલશે, જ્યારે સામાન્ય રીતે આ ટ્રેન વિરમગામ–અહમદાબાદ માર્ગે ચાલે છે. પરિણામે આ ટ્રેન સાણંદ અને સાબરમતી સ્ટેશનો પર નહીં ઊભી રહે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

3) ​ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ (08 ઓગસ્ટ 2026થી શરૂ થતી મુસાફરી) ગાંધીનગર કેપિટલ–કલોલ–કટોસણ રોડ–વિરમગામ માર્ગે ચાલશે, જ્યારે સામાન્ય રીતે આ ટ્રેન ગાંધીનગર કેપિટલ–ચાંદલોડિયા–વિરમગામ માર્ગે ચાલે છે. પરિણામે આ ટ્રેન ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો પર નહીં ઊભી રહે.

4) ​ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ (08 ઓગસ્ટ 2026થી શરૂ થતી મુસાફરી) વિરમગામ–કટોસણ રોડ–કલોલ–ગાંધીનગર કેપિટલ માર્ગે ચાલશે, જ્યારે સામાન્ય રીતે આ ટ્રેન વિરમગામ–ચાંદલોડિયા–ગાંધીનગર કેપિટલ માર્ગે ચાલે છે. પરિણામે આ ટ્રેન ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો પર નહીં ઊભી રહે.

5) ​ટ્રેન નંબર 11465 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ (08 ઓગસ્ટ 2026થી શરૂ થતી મુસાફરી) વેરાવળ–બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતી–અમદાવાદ માર્ગે ચાલશે, જ્યારે સામાન્ય રીતે આ ટ્રેન વેરાવળ–સુરેન્દ્રનગર–વિરમગામ–અહમદાબાદ માર્ગે ચાલે છે. પરિણામે આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, ભક્તિનગર, ગોંડલ, વીરપુર અને નવાગઢ સ્ટેશનો પર નહીં ઊભી રહે.

​મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચ સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની અવશ્ય મુલાકાત લેવી.