Rajkot station new image

Veraval-Bandra Special Train: વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

​ Veraval-Bandra Special Train: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

  • ​ લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 20 માર્ચ, 2026 થી શરૂ થશે

રાજકોટ, 18 માર્ચ: Veraval-Bandra Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

1) ​ટ્રેન નંબર 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ: અગાઉ આ ટ્રેન 30.03.2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, જે હવે લંબાવીને 27.07.2026 સુધી કરવામાં આવી છે.

2) ​ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સમર સ્પેશિયલ: અગાઉ આ ટ્રેન 29.03.2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, જે હવે લંબાવીને 26.07.2026 સુધી કરવામાં આવી છે.

​ઉપરોક્ત બંને ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 20 માર્ચ, 2026 થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર શરૂ થશે.

​ટ્રેનોના સ્ટોપેજ, સમયપત્રક અને કોચની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

OB Banner summer
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો