Summer Trains: રાજકોટ થી લાલકુઆં વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
Summer Trains: ટિકિટનું બુકિંગ 28 માર્ચ થી
રાજકોટ, 26 માર્ચ: Summer Trains: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ થી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં વીકલી સમર સ્પેશિયલ [8 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સમર સ્પેશિયલ રાજકોટ થી દર સોમવારે 22.30 કલાકે ઉપડશે અને બુધવારે 05.15 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 6 એપ્રિલ થી 27 એપ્રિલ, 2026 સુધી ચાલશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સમર સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી 12.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 5 એપ્રિલ થી 26 એપ્રિલ, 2026 સુધી ચાલશે.
Summer Trains: આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, ઊઝાની, બદાયું, બરેલી જંકશન, ઇજ્જતનગર, બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે.
આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સેકંડ સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 05046 નું બુકિંગ 28 માર્ચ, 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

