madhopur mela

Madhavpur Mela: માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ

પોરબંદર, 26 માર્ચ: Madhavpur Mela: ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Gujarat Bio CNG: બનાસ બાયો CNG મોડલ બન્યું રાષ્ટ્રીય ઉદાહરણ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા.૨૭-૦૩-૨૦૨૬ થી તા.૩૦-૦૩-૨૦૨૬ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૬૫૦થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.

આ ફેસ્ટિવલ અંતર્ગત (Madhavpur Mela) બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે.

OB Banner summer
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો