arjun modhwadia in korea

Vibrant Gujarat Global Summit: સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં ગુજરાતના સફળ રોડ-શો, રોકાણની નવી તકો

ગાંધીનગર, 06 નવેમ્બર: Vibrant Gujarat Global Summit: 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના ભાગરુપેના ગુજરાત સરકારના માનનીય વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે 19 થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી.

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક રોકાણ (Vibrant Gujarat Global Summit) માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે રજૂ કરવાની સાથે, વ્યાપારી ભાગીદારી મજબૂત કરવાનો અને વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં આમંત્રણ આપવાનો હતો.

Vibrant Gujarat Global Summit: સિંગાપોર અને દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તથા ડેલિગેશન નોડલ ઓફિસર પી. ભારતી (IAS), પ્લાનિંગ વિભાગના સચિવ આદ્રા અગ્રવાલ (IAS), DSTના જોઈન્ટ ડાયરેક્ટર (IT) વસીમ મન્સુરી, GIFT સિટીના AVP (બિઝનેસ ઓપરેશન્સ) નિસર્ગ આચાર્ય ઉપરાંત ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન, FICCI અને KPMG ના પ્રતિનિધિઓ આ ડેલીગેશનમાં જોડાયા હતા.

Vibrant Gujarat Global Summit

ગુજરાતના પ્રતિનિધિ મંડળની આ (Vibrant Gujarat Global Summit) બિઝનેસ મીટિંગ્સમાં સેમિકન્ડક્ટર્સ, વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ, ડિજિટલ ટેકનોલોજી, હેલ્થકેર, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ટિરિયર અને ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેરિટાઇમ સેવાઓ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો પર ફોક્સ કરવામાં આવ્યું હતું. ઘણી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ, ટેકનોલોજી ભાગીદારી, વ્યાપાર વિસ્તાર અને પાયલટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં રસ બતાવ્યો છે.

સિંગાપોર પ્રવાસ દરમિયાન ડેલિગેશને કુલ 20 બેઠકોમાં ભાગ લીધો હતો, જેમાં 9 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 2 સરકારી (G2G) બેઠકો, 5 રાઉન્ડટેબલ બેઠક અને 4 સાઇટ મુલાકાતોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના ડેલિગેશને સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી ગન સિઓવ હુઆંગ સાથે મુલાકાત કરી હતી, તેમજ સિંગાપોરમાં ભારતના હાઈકમિશનર ડૉ. શિલ્પક અંબુલે દ્વારા યોજાયેલા ડિનરમાં હાજરી આપી દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબૂત કર્યા હતા.

ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળે મંત્રી અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં ઉદ્યોગ મંડળો સાથે રાઉન્ડટેબલ બેઠકો યોજી હતી. SSIA, SICCI, AIBP, TiE સિંગાપોર અને સિંગાપોર ગુજરાતી સોસાયટી સાથે સેમિકન્ડક્ટર, ઇનોવેશન, GIFT સિટી અને ટેલેન્ટ ડેવલપમેન્ટ અંગે ફળદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના ડેલિગેશને માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી, ગ્લોબલ ટેક સોલ્યુશન્સ, ASMPT યીશુન ફેસિલિટી અને A*STAR ફ્યુઝનોપોલિસની મુલાકાત લઈ તેમની શ્રેષ્ઠ વૈશ્વિક પદ્ધતિઓ અને તેની સંશોધન ક્ષમતાઓનું અધ્યન કર્યુ હતું.

સિંગાપોર મુલાકાતથી જે મુખ્ય રોકાણ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે, તેના પર નજર કરીએ તો, ગ્લોબલ ટેક સોલ્યુશન્સએ ધોલેરા ખાતે ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યો છે. તો ભારત સેમિટેકે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં રસ બતાવ્યો છે. તો માઇક્રોન ટેકનોલોજી દ્વારા એસેમ્બલી અને ટેસ્ટિંગમાં વિસ્તરણ, ASMPT દ્વારા પેકેજિંગ ઇકોસિસ્ટમ, ઓટોડેસ્ક (AutoDesk) દ્વારા GIFT સિટીમાં ઓફિસ શરૂ કરવાની ઉત્સુકતા બતાવી છે, જયારે રેડવુડ ઇન્ટિરિયર દ્વારા પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન, ગાર્ડન્ટ AMEA દ્વારા આરોગ્ય ક્ષેત્રે કૅન્સર નિદાન માટે GBU, GBRC, GCRI, GSBTM સાથે પ્રસ્તાવિત સહયોગને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- Tawang Monastery: તવાંગ મઠમાં 21 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બુદ્ધના પવિત્ર અવશેષોનાં દર્શન કર્યાં

કેપેલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ગુજરાતમાં ડેટા સેન્ટરો અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે પાણી, ઊર્જા, કૂલિંગ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સની તકો અંગે રસ બતાવ્યો હતો. તો SMIT સેવવેજ દ્વારા MERC દ્વારા ગુજરાતમાં ઓપરેશનલ બેઝ સ્થાપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, જેમાં રિસ્પોન્સ ઇક્વિપમેન્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે. ડે નોરાનું હાલમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે કામ કરી રહ્યું છે, જેમણે સેમિકન્ડક્ટર-ગ્રેડ વોટર અને વેસ્ટવોટર સોલ્યુશન્સમાં રસ બતાવ્યો છે. તો A*STARએ સિલિકોન ફોટોનિક્સ અને SiC ટેકનોલોજીમાં R&D સહયોગ કરવા માટે રસ બતાવ્યો છે.

ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતમાં સિંગાપોર ગુજરાતી સોસાયટી અને SICCI સાથેની બેઠકમાં સિંગાપોરમાં એક ‘ગુજરાત સપોર્ટ ઓફિસ’ અથવા ASEAN પ્રદેશ માટે GIFT સિટી પ્રતિનિધિ કાર્યાલય શરૂ કરવા સૂચન કરાયું હતું.

સિંગાપોરની મુલાતાક બાદ પ્રતિનિધિ મંડળ દક્ષિણ કોરિયાની મુલાકાતે પહોંચ્યું હતું, જયાં દક્ષિણ કોરિયામાં ડેલિગેશને કુલ 25 કાર્યક્રમો કર્યા હતા, જેમાં 15 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 3 રાઉન્ડટેબલ બેઠક અને 7 સાઇટ વિઝિટ્સ કરવામાં આવી હતી. ભારતીય એમ્બેસી અને ‘મેક ઈન ઈન્ડિયા કોરિયા’ના સહયોગથી કોરિયન બિઝનેસ લીડર્સ રાઉન્ડટેબલ તથા ICCK ના સભ્યો સાથે બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત HJ હેવી ઇન્ડસ્ટ્રીઝ, હાનવા ઓશન, હાન્યાંગ એન્જિનિયરિંગ, GnBS ઇકો, ગાચોન યુનિવર્સિટી MRI રિસર્ચ સેન્ટર, દાવન મેડેક્સ BNCT સેન્ટર અને સિઓલ સેમિકન્ડક્ટર જેવા ટેકનોલોજીકલ સેન્ટર્સની મુલાકાત લીધી હતી.

દક્ષિણ કોરિયામાં સેમિકન્ડક્ટર્સ, ડિસ્પ્લે ટેકનોલોજી, ડેટા સેન્ટર્સ, શિપબિલ્ડિંગ, કેમિકલ્સ, બાયોટેકનોલોજી, ક્લીન એનર્જી, રોબોટિક્સ, એગ્રીટેક અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓ સાથે ગુજરાતમાં રોકાણ, ટેકનોલોજી ભાગીદારી, મેન્યુફેક્ચરિંગ વિસ્તાર, R&D અને સહયોગની તકો પર ચર્ચા થઈ હતી. કેટલીક કંપનીઓએ ભવિષ્યના રોકાણો, જોઈન્ટ વેન્ચર્સ, પાયલટ પ્રોજેક્ટ્સ અને ઉત્પાદન સુવિધાઓ માટે રસ દર્શાવ્યો હતો. કંપનીઓ સાથેની ચર્ચાઓમાં સેમિકન્ડક્ટર્સ, શિપબિલ્ડિંગ, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને કૌશલ્ય વિકાસમાં સહયોગની તકો પર ભાર મુકાયો હતો.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

દક્ષિણ કોરિયાની મુલાતાથી ગુજરાતમાં આવનાર સંભવિત મુખ્ય રોકાણ પર નજર કરીએ તો GnBS Eco દ્વારા ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ માટે 12 એકર જમીનની માંગ કરવામાં આવી છે. તો સિલિકોન ડિસ્પ્લેએ 12-ઈંચ TFT ફિંગરપ્રિન્ટ-સેન્સર સેમિકન્ડક્ટર ફેબમાં રસ બતાવ્યો છે. LAMKO & ડોંગવૂ ફાઇન-કેમએ ધોલેરા અથવા વડોદરામાં સેમિકન્ડક્ટર કેમિકલ્સ અને મટીરિયલ્સ ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. તો સિઓલ સેમિકન્ડક્ટરએ LED અને માઇક્રો LED ઉત્પાદનમાં રસ બતાવ્યો છે.

જયારે NOVA Data Centersએ ઈનફિક્સઝોન ટેકનોલોજીસ અને ફ્યુચરોટેક સોલ્યુશન્સ સાથે મળીને ગુજરાતમાં હાઇપરસકેલ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના બનાવી છે. તો હાનવા અને દાસુન શિપબિલ્ડિંગએ મેરીટાઇમ ઇન્ડસ્ટ્રી અને શિપબિલ્ડિંગમાં પીપાવાવ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારીની ઈચ્છા દર્શાવી છે. HJ હેવી ઇન્ડસ્ટ્રીઝએ પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને આંતરરાષ્ટ્રીય રિસોર્ટ પ્રોજેક્ટ્સ અંગે રસ બતાવ્યો હતો.

દક્ષિણ કોરિયન કંપની SOFTPV સાથેની રાઉન્ડટેબલ બેઠક દરમિયાન દક્ષિણ કોરિયાની કંપનીઓને રોકાણ સંબંધિત માર્ગદર્શન અને પ્રોજેક્ટ સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા એક સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) નિયુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

માનનીય મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળના ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળના આ આઠ દિવસીય પ્રવાસે સિંગાપોર અને દક્ષિણ કોરિયાના રોકાણકારોમાં ગુજરાત પ્રત્યે ભારે ઉત્સાહ જગાડ્યો છે. સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ, હેલ્થકેર અને AI તથા ડિજિટલ ક્ષેત્રે થયેલી આ ચર્ચાઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં મોટા પાયે વૈશ્વિક રોકાણ લાવવામાં માર્ગદર્શક સાબિત થશે.