Gujarat Police: પાટણના કલ્પેશ પ્રજાપતિને ASI પદે બઢતી, પરિવારમાં ખુશીની લહેર
Gujarat Police: સબોસણ ગામના માટીકામ કરતા શ્રમજીવી પરિવારના કલ્પેશ પ્રજાપતિએ મહેનત અને સમર્પણથી હાંસલ કરી નવી સિદ્ધિ, ગામનું ગૌરવ વધાર્યું.
પાટણ, 06 નવેમ્બર: Gujarat Police: પાટણ જિલ્લાના સબોસણ ગામના વતની અને હાલ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ પ્રજાપતિને તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમોશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી આપવામાં આવી છે.
આ પણ વાંચો:- MLFF Tolling: NHAIની નવી માર્ગદર્શિકા: ટોલિંગ બનશે વધુ સરળ
સબોસણ ગામમાં પરંપરાગત માટીકામ કરતા પૂરીબેન અને રૂપાભાઈ પ્રજાપતિના પુત્ર કલ્પેશભાઈએ પોતાની સખત મહેનત અને ફરજ પરત્વેની નિષ્ઠાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. એક સામાન્ય શ્રમજીવી પરિવારમાંથી આવીને પોલીસ ખાતામાં આ મુકામ હાંસલ કરીને તેમણે પોતાના માતા-પિતા, પ્રજાપતિ સમાજ અને સમગ્ર સબોસણ ગામનું નામ રોશન કર્યું છે.
કલ્પેશભાઈને ASI (Gujarat Police) તરીકે બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પ્રસંગે સબોસણના ગ્રામજનો, સમસ્ત પ્રજાપતિ સમાજ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી, તેઓ કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
