PM Kisan Yojana: સુરત જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી
PM Kisan Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો, ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ.
- સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલની ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી
- સુરત જિલ્લાના ૧.૧૬ લાખ ખેડૂતોના ખાતામાં ૨૪મા હપ્તારૂપે રૂ.૨૩.૨૦ કરોડની રકમ જમા
- કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ખેતી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન
સુરત, 30 ઓક્ટોબર: PM Kisan Yojana: સમગ્ર રાજયની સાથે સુરત જિલ્લામાં ૭૨ સ્થળોએ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનના હસ્તે બનાસકાંઠાથી પી.એમ. સન્માનનિધિ યોજનાનો ૨૪મો હપ્તો ડીબીટી મારફતે રિલીઝ કરાયો હતો.
સુરત શહેરના પનાસ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રીય મંત્રીએ સૌ ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, ખેતીક્ષેત્રે અનેકવિધ સંશોધનો દ્વારા નવીનતમ ખેતીક્ષેત્રે અનેકવિધ સંશોધનો દ્વારા નવીનતમ ટેકનોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ આજે સમયની માંગ છે. જેને અનુરૂપ યુનિવર્સિટી દ્વારા અનેક સંશોધનો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો:- Ahmedabad Skyline: અમદાવાદની સ્કાયલાઈન વિશ્વકક્ષાની બનશે, બોડકદેવમાં 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે
આ પ્રસંગે કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડ તથા પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈએ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનીય છે કે, સમગ્ર સુરત જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવના કૃષિલક્ષી કાર્યક્રમો હેઠળ પીએમ સન્માન નિધિ હેઠળ સુરત જિલ્લાના ૧.૧૬ લાખના ખેડુતોના ખાતામાં રૂા.૨૦૦૦ના હપ્તા લેખે રૂા.૨૩.૨૦ કરોડની રકમ જમા થઈ હતી.
આ અવસરે મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, ડેપ્યુટી મેયર, પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર તેજસ પરમાર તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે આયોજિત વડાપ્રધાનના સંબોધનનું વેબકાસ્ટિંગ દ્વારા જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૪મા હપ્તા હેઠળ દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય જમા થઈ હતી.
