Ramayan News: રામનવમી પર મોટી ભેટ! ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’થી રામાયણ પ્રસંગો સુધી નવી ડાક ટિકિટો જાહેર
Ramayan News: ભારત ઉપરાંત વિશ્વના 20 કરતાં વધુ દેશોએ રામાયણના પાત્રો અને કથાઓ પર આધારિત ડાક ટિકિટો સમયાંતરે બહાર પાડી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ભગવાન શ્રી રામ પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટ દુનિયાભરના ડાક ટિકિટ સંગ્રાહકો માટે અમૂલ્ય ખજાનો છે.– પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
અયોધ્યા, 26 માર્ચ: Ramayan News: ભગવાનશ્રી રામનો મહિમા દેશ અને દુનિયાભરમાં, ડાક ટિકિટોના માધ્યમથી પણ પ્રસારિત થઈ રહ્યો છે. ભારત ઉપરાંત, વિશ્વભરના 20 થી વધુ દેશોએ સમયાંતરે રામાયણ સાથે સંકળાયેલા પાત્રો અને કથાઓ દર્શાવતી ડાક ટિકિટો બહાર પાડી છે. એટલેકે ‘રામ રાજ્ય’ની ભાવના ડાક ટિકિટો પર પણ પ્રવર્તે છે.
રામનવમી ઉત્સવના અવસરે, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદ ના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ લોકોને તેમના વારસા અને સંસ્કૃતિ સાથે જોડવા માટે વિવિધ પ્રકારની ડાક ટિકિટો બહાર પાડે છે. આ જ રીતે, ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ દર્શાવતી ડાક ટિકિટોથી લઈને રામાયણના વિવિધ પ્રસંગો સાથે સંબંધિત અનેક ડાક ટિકિટોનો આ સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી યુવા પેઢી ડાક ટિકિટોના માધ્યમથી તેમની સંસ્કૃતિ થી પરિચિત થઈ શકે. આ ડાક ટિકિટો પત્રો પર લગાવીને વિદેશોમાં પણ જશે અને ત્યાં રામાયણની ગાથાનો પ્રસાર કરશે.
20SL.jpeg)
ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે રામનવમી પર્વ નિમિત્તે જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 18 જાન્યુઆરી, 2024ના રોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ને સમર્પિત 6 વિશેષ સ્મારક ડાક ટિકિટો જાહેર કરી હતી. આ ટિકિટોમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર સાથે ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને માતા શબરીના વિવિધ પ્રસંગોનો સમાવેશ થાય છે.
Ramayan News: સોનાના વર્કથી શોભિત અને ચંદનની સુગંધથી સુવાસિત આ ડાક ટિકિટોમાં સૂર્યવંશી શ્રીરામના પ્રતિકરૂપ સૂર્યની છબી તેમજ પવિત્ર સરયૂ નદીનાં દર્શન દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે “મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજિર બિહારી” ચોપાઈના માધ્યમથી રાષ્ટ્રના કલ્યાણની અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે. આ ડાક ટિકિટોના મુદ્રણમાં અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂ નદીનાં પવિત્ર જળનો ઉપયોગ કરીને તેને પંચ મહાભૂતોના તત્વોથી પણ જોડવામાં આવ્યા છે. આ વિશેષ ડાક ટિકિટો અમદાવાદ જી.પી.ઓ. ખાતે આવેલી ફિલેટેલી બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:- Gujarat Bio CNG: બનાસ બાયો CNG મોડલ બન્યું રાષ્ટ્રીય ઉદાહરણ
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વધુમાં જણાવ્યું કે,(Ramayan News) તેના અગાઉ પણ ડાક વિભાગ દ્વારા રામાયણના તમામ મહત્વપૂર્ણ પ્રસંગોને દર્શાવતા 11 સ્મારક ડાક ટિકિટોના સેટ 22 સપ્ટેમ્બર, 2017ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આ ડાક ટિકિટો વારાણસી સ્થિત તુલસી માનસ મંદિર ખાતે જાહેર કરવામાં આવી હતી. આ ડાક ટિકિટોમાં સીતાસ્વયંવર, રામ વનવાસ, ભરત મિલાપ, કેવટ પ્રસંગ, જટાયુ સંવાદ,શબરી સંવાદ, અશોક વાટિકા ખાતે હનુમાનસીતાનો સંવાદ, રામસેતુ નિર્માણ, સંજીવની લઈ જતા હનુમાન, રાવણવધ અને ભગવાન રામના રાજ્યાભિષેક જેવી દર્શનીય ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટિકિટોને નિહાળતાં એવું અનુભવે છે કે આખું રામરાજ્ય જ જાણે ડાક ટિકિટોમાં જીવંત થઈ ઊતરી આવ્યું હોય. ઉપરાંત, શ્રીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાના ભાગરૂપે પણ, 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રતિરૂપ’ આધારિત કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જાહેર કરવામાં આવી હતી.
ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રખ્યાત સાહિત્યકાર અને બ્લોગર કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, સાહિત્ય અને રંગભૂમિના દ્રષ્ટિકોણથી રામ કથા એ વિશ્વના મોટાભાગના દેશોમાં હાજરી સ્થાપિત કરી છે. રામ કથા ના તાર ભારતની બહાર શ્રીલંકા, નેપાળ, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, લાઓસ, જાપાન, ચીન, વિયેતનામ, સુરીનામ, કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોને આવરી લે છે. આ સંદર્ભમાં, વિવિધ દેશોએ ભગવાન રામના જીવનના વિવિધ પ્રસંગો દર્શાવતી ડાક ટિકિટો બહાર પાડીને તેમના કથાઓ અને વિચારને માત્ર આત્મસાત કરી નથી, પરંતુ આ ટિકિટોના માધ્યમથી વિશ્વના દરેક ખૂણામાં આ વિચારો અને આદર્શોનો સક્રિયપણે પ્રચાર અને પ્રસાર પણ કર્યો છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક ટિકિટને ઘણીવાર “નાના રાજદૂત” તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ તેઓ દેશ અને વિશ્વભરમાં પ્રવાસ કરે છે, તેમ તેમ આ ટિકિટો સાંસ્કૃતિક સંદેશવાહક તરીકે સેવા આપે છે, દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાની પરંપરાઓને જાળવી રાખે છે અને પ્રોત્સાહન આપે છે. વિશ્વભરના ડાક વિભાગોએ રામાયણના વિવિધ પાસાઓને દર્શાવતી શ્રેણીબદ્ધ ટિકિટો બહાર પાડીને ભગવાન રામની આધ્યાત્મિકતા અને ઐતિહાસિક મહત્વની વૈશ્વિક પ્રશંસાને સમૃદ્ધ બનાવી છે.
યાદવે જણાવ્યું કે ભગવાન રામના માનમાં બહાર પડાયેલ ડાક ટિકિટો વિશ્વભરના ડાક સંગ્રાહકો માટે એક અમૂલ્ય ખજાનો છે. દેશ અને વિદેશથી મુલાકાત લેતા પ્રવાસીઓ અને સંશોધકો આ ટિકિટના માધ્યમથી રામાયણના મહત્વ તેના વિવિધ પાત્રો અને કથાઓ સાથે ની સમજ મેળવી રહ્યા છે. ભગવાન રામ સાથે સંકળાયેલી ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વની વસ્તુઓને પ્રકાશમાં લાવીને, આ પહેલ ભારતીય સંસ્કૃતિને સતત સમૃદ્ધ બનાવે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે, જેને યુવા પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે, જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને વારસાથી વધુ નજીક જોડાઈ શકે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
