Train Schedule: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
Train Schedule: ટિકિટોનું બુકિંગ 11 સપ્ટેમ્બરથી
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 09 સપ્ટેમ્બર: Train Schedule: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડ માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલા ફેરાની વિગત નીચે મુજબ છે:
ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [9-9 ફેરા]
ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ (પૂજા) સ્પેશિયલને 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ ફેસ્ટિવલ (પૂજા) સ્પેશિયલને 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 05046 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 11 સપ્ટેમ્બર, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને ચકાસણી કરી શકે છે.
