train fire

Punjab Train Fire: પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ, મુસાફરોમાં અફરાતફરી

Punjab Train Fire: આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

પંજાબ, 06 નવેમ્બર: Punjab Train Fire: પંજાબના રાજપુરા નજીક સરાય બાંજારા પાસે કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

પ્રાથમિક અહેવાલો અનુસાર, કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ઘટના અંગે વધુ માહિતી મળતાં સમાચાર અપડેટ કરવામાં આવશે.