Rang Kala Workshop: અમદાવાદની કોલેજમાં ત્રણ દિવસીય રંગકલા વર્કશોપ
Rang Kala Workshop: ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની), અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓમાં કલાત્મક અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા ત્રણ દિવસીય રંગકલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ: Rang Kala Workshop: ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની), અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિગમ અને હસ્તકલા કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી સપ્તધારા અંતર્ગત ‘રંગ કલા કૌશલ્યધારા’ દ્વારા બાંધણી, મડ મિરર વર્ક અને ફેબ્રિક પેઈન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઆ આયોજન અંતર્ગત તા. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ બાંધણી વર્કશોપ, (Rang Kala Workshop) તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ મડ મિરર વર્કશોપ અને તા. 9 ઑક્ટોબર, 2026ના રોજ ફેબ્રિક પેઈન્ટિંગ વર્કશોપ યોજવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. મનોજ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ત્રણ દિવસીય વર્કશોપમાં નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહેલાં હીનાબેન શાહે વિદ્યાર્થીઓને વિવિધ આ ત્રિવિધ કલાની તાલીમ આપી હતી. કુલ 45 વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પણ વાંચો:- Earring Song: સિંગર શિવાયના નવા ગીત ‘Earring’નું ધમાકેદાર લોન્ચિંગ
Rang Kala Workshop: બાંધણી વર્કશોપમાં વિદ્યાર્થીઓને કાપડ પર ગાંઠો બાંધીને સુંદર રંગીન ભાતો ઉપસાવવાની પરંપરાગત કલા શીખવવામાં આવી હતી. મડ મિરર વર્કશોપમાં માટી અને આભલાંના ઉપયોગ દ્વારા આકર્ષક કલાત્મક ડિઝાઇન તૈયાર કરવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી. જ્યારે ફેબ્રિક પેઈન્ટિંગ વર્કશોપમાં રંગો અને પીંછીની મદદથી કાપડ પર વિવિધ સુંદર આકૃતિઓ અને ડિઝાઇન તૈયાર કરવાની કળા શીખવવામાં આવી હતી.
આ વર્કશોપ માટે જરૂરી ફેબ્રિક કલર, પીંછી, MDF બોર્ડ, ક્લે અને આભલાં સહિતની સામગ્રીની કીટ કોલેજની સપ્તધારા સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ દ્વારા પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્યને વિકસાવવાની તક મળી હતી. આવા વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વરોજગારલક્ષી કૌશલ્યો વિકસાવવાની દિશામાં પણ પ્રેરણા મળે છે.
આ સમગ્ર કાર્યક્રમનું (Rang Kala Workshop) આયોજન સપ્તધારા(કન્વીનર ડૉ.ગાર્ગી શાહ) તથા રંગ કલા કૌશલ્યધારા (અધ્યક્ષ- ડૉ. એફ. એમ. દિવાન અને ડૉ. સુખવિન્દર કૌર) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સપ્તધારાના નેજા હેઠળ બંધેજ વર્કશોપ સફળતાપૂર્વક યોજાઈ હતી. કોલેજના આચાર્ય ડૉ. મનોજ પટેલનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આ કાર્યક્રમ માટે પ્રેરણારૂપ બન્યાં હતાં.
