Gandhi Jayanti 2

Gandhi Jayanti: રાષ્ટ્રભાષા કૉલેજમાં ગાંધી જયંતી નિમિત્તે ગુણાંજલિ કાર્યક્રમ યોજાયો

Gandhi Jayanti: ગાંધીજીના જીવન, વિચારો અને રચનાત્મક કાર્યોને કરાયો યાદ; વિદ્યાર્થીઓએ અગિયાર વ્રતોનું વાચિકમ કરી બાપુને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી (Gandhi Jayanti) નિમિત્તે એમ. બી. પટેલ રાષ્ટ્રભાષા મહાવિદ્યાલય ખાતે ગાંધીજયંતીના પૂર્વદિને તા. 1 ઓક્ટોબર, 2026ના રોજ ગુણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત અને ધર્મ જાગૃતિ કેન્દ્ર આયોજિત હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના આચાર્ય ડૉ. અશોક પટેલે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગાંધીજીના જીવનમૂલ્યો અને તેમના વિચારોને આજની પેઢી સુધી પહોંચાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Gandhi Jayanti

ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહે ઉપસ્થિત રહી ગાંધીજીના જીવન અને કાર્યો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. જ્યારે સહજાનંદ કૉલેજના પૂર્વ આચાર્ય અશોકભાઈ દલાલે ગાંધીજીના રચનાત્મક કાર્યો અને સમાજસેવાના અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પણ વાંચો:- Moral Education: ઉપદેશ કરતાં આચરણ શ્રેષ્ઠ

એસ.વી. કૉલેજના આચાર્ય ડૉ. જગદીશભાઈ ચૌધરીએ ગાંધીજીના જીવનકાર્યો અને તેમના રાષ્ટ્રનિર્માણના વિચારોને ઉજાગર કર્યા હતા. રાષ્ટ્રભાષા કૉલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. યોગેશ રાજગોરે ગામડાઓના ઉદ્ધાર અને ગ્રામ વિકાસમાં ગાંધીજીની ભૂમિકા અંગે રસપ્રદ રજૂઆત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન કૉલેજના વિદ્યાર્થીઓએ ગાંધીજીના અગિયાર વ્રતોનું વાચિકમ કરી બાપુના વિચારો અને આદર્શોને યાદ કર્યા હતા. વિદ્યાર્થીઓની આ રજૂઆતથી કાર્યક્રમમાં ગાંધીવિચાર અને રાષ્ટ્રભાવનાનું વાતાવરણ સર્જાયું હતું.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાણા બાવળિયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. કેશર ચૌધરીએ કરી હતી. કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપકો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વાવલંબન અને સમાજસેવાના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને ગાંધીવિચાર પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.