Box Office Collection: રામાયણ’નું વર્લ્ડવાઇડ કલેક્શન 500 કરોડની નજીક પહોંચ્યું
Box Office Collection: દિવાળીએ ‘રામાયણ’નો બોક્સ ઓફિસ પર ધમાકો, વિશ્વભરમાં કમાણી 500 કરોડની નજીક
Box Office Collection: Ranbir Kapoor-Yashની ફિલ્મે ચાર દિવસમાં ભારતમાં 238.85 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી; દિવાળીના દિવસે 56.15 કરોડ રૂપિયાનું કલેક્શન
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક, 09 નવેમ્બર: Box Office Collection: દિવાળીના તહેવાર દરમિયાન રણબીર કપૂર અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ: રાઇઝ ઓફ અ લેજન્ડ’ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો નજીક પહોંચાડી દીધો છે. બોક્સ ઓફિસના પ્રારંભિક આંકડા અનુસાર, ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 499.20 કરોડ રૂપિયા નોંધાયું છે.
દિવાળીના દિવસે 56.15 કરોડ રૂપિયાની કમાણી
Box Office Collection: 8 નવેમ્બર, રવિવારે દિવાળીના દિવસે ફિલ્મે ભારતમાં 56.15 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 238.85 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 285.20 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. જોકે, અગાઉના દિવસની સરખામણીએ દિવાળીના દિવસે કમાણીમાં આશરે 19.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શનિવારે ફિલ્મે ભારતમાં 69.80 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી.
આ પણ વાંચો:- ચહેરાના ડાઘ દૂર કરી ત્વચામાં ચમક લાવવા અજમાવો આ ઘરેલૂ ઉપાય
હિન્દી વર્ઝનનો સૌથી મોટો ફાળો
દિવાળીના દિવસે ફિલ્મના હિન્દી વર્ઝને સૌથી વધુ કમાણી કરી હતી. હિન્દી ભાષામાં 36.75 કરોડ રૂપિયાની નેટ કમાણી નોંધાઈ હતી. જ્યારે કન્નડ વર્ઝને 7.25 કરોડ, તેલુગુએ 6.25 કરોડ, તમિલે 3.15 કરોડ અને મલયાલમ વર્ઝને 2.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
વિદેશી બજારમાંથી પણ મળ્યો મોટો ફાયદો
ભારત ઉપરાંત વિદેશી બજારમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. (Box Office Collection) ચોથા દિવસે વિદેશમાં ફિલ્મે અંદાજે 45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ ઓવરસીઝ ગ્રોસ કલેક્શન 214 કરોડ રૂપિયા થયું છે. ભારત અને વિદેશની કમાણી મળીને ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 499.20 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.
A grand experience. An even bigger response. 🏹 Book your tickets now! Experience Ramayana in cinemas worldwide, across all premium formats. https://t.co/qRkL0U9muq
— The World Of Ramayana (@WorldOfRamayana) November 8, 2026
‘ટાઇગર 3’નો દિવાળી રેકોર્ડ તોડ્યો
Box Office Collection: દિવાળીના દિવસે ફિલ્મે સલમાન ખાનની ‘ટાઇગર 3’નો અગાઉનો દિવાળી કલેક્શન રેકોર્ડ પણ તોડ્યો છે. વર્ષ 2023માં ‘ટાઇગર 3’એ દિવાળીના દિવસે ભારતમાં 44.50 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. જ્યારે ‘રામાયણ’એ આ વખતે 56.15 કરોડ રૂપિયાની કમાણી સાથે નવો રેકોર્ડ બનાવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં અને યશ રાવણના પાત્રમાં જોવા મળે છે. આ ઉપરાંત રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે. ફિલ્મમાં સની દેઓલ સહિત અન્ય કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
બોક્સ ઓફિસના આ આંકડા પ્રારંભિક ટ્રેકિંગ અને ઉદ્યોગના અહેવાલો પર આધારિત છે. અંતિમ આંકડામાં ફેરફાર થઈ શકે છે.
