odisa

Millet Farming: મિલેટ અનાજ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા ઓડિશાનો રાષ્ટ્રીય રોડમેપ

Millet Farming: ડો. એમ.એલ. જાટે 2047 સુધીમાં 8 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન લક્ષ્યાંક સાથે બાજરાના વાવેતર વિસ્તારને 5 લાખ હેક્ટર સુધી વિસ્તારવા પર ભાર મૂક્યો

ભુવનેશ્વરમાં કૃષિ-જૈવવિવિધતા સંરક્ષણ, આબોહવા-સાનુકૂળ કૃષિ અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો

તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

ભુવનેશ્વર, 10 નવેમ્બર: Millet Farming: કૃષિ-જૈવવિવિધતા સંરક્ષણ, આબોહવા-સાનુકૂળ કૃષિ અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ 10મી નવેમ્બર 2026 ના રોજ ભુવનેશ્વર, ઓડિશા ખાતે ઓડિશાના રાજ્યપાલ વ્રજ મોહન રામ, ઓડિશા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કનક વર્ધન સિંહ દેવ, DARE ના સચિવ અને ICAR ના મહાનિર્દેશક ડો. માંગિ લાલ જાટ, એમ.એસ. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. સૌમ્યા સ્વામિનાથન; અને ઓડિશા સરકારના કૃષિ અને ખેડૂત સશક્તિકરણ વિભાગના કમિશનર-સહ-સચિવ શ્રી સચિન રામચંદ્ર જાદવ, IAS તેમજ અગ્રણી કૃષિ વિજ્ઞાનીઓ, નીતિ ઘડવૈયાઓ અને અન્ય હિતધારકોની ઉપસ્થિતિમાં શરૂ થયો હતો.

Millet Farming

ઉદ્ઘાટન સત્રથી કાર્યક્રમની સત્તાવાર શરૂઆત થઈ હતી, ત્યારબાદ પ્રદર્શન સ્ટોલ્સ અને કૃષિ ઈનોવેશન્સ, સ્વદેશી પાક વિવિધતા, બાજરા-આધારિત ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી અને ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- Night Coffee: રાત્રે કોફી પીવાની ટેવ છે? તો અજમાવો આ હેલ્ધી વિકલ્પ

જનમેદનીને સંબોધતા, ડો. જાટે વન હેલ્થ (One Health) માટે સ્થાનિક ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપતી વખતે આબોહવા પરિવર્તન, જમીનનું સ્વાસ્થ્ય, પોષણ વગેરેના મુખ્ય પડકારોને પહોંચી વળવા બાજરા (મિલેટ્સ) સહિતના પાકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ઓડિશાની સમૃદ્ધ કૃષિ-જૈવવિવિધતાના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

Millet Farming

ડો. જાટે ‘ઓડિશા શ્રી અન્ન અભિયાન’ ની (Millet Farming) સફળતા અને બાજરા-આધારિત કૃષિ રૂપાંતરણ માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે ઉભરી આવવાની તેની ક્ષમતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે 2047 સુધીમાં 8 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન લક્ષ્યાંક સાથે બાજરાની ખેતીના વિસ્તારને 1.79 લાખ હેક્ટરથી વધારીને 5 લાખ હેક્ટર કરવા પર ભાર મૂક્યો હતો. KMS 2024-25 દરમિયાન 7.5 લાખ ક્વિન્ટલ સાથે રાગી ખરીદીમાં રાજ્યની સિદ્ધિ અને 2025-26 માટે 8 લાખ ક્વિન્ટલના લક્ષ્યાંક અને સ્વદેશી બાજરાની વિવિધતા, ખાસ કરીને 163 દસ્તાવેજીકૃત ફિંગર મિલેટ (નાગલી/રાગી) ની સ્થાનિક જાતોના સંરક્ષણ અને કાલિયા, બાટી, મામી અને ભારતી જેવી પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાના મહત્વની પ્રશંસા કરવામાં આવી હતી.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

વધુમાં, ડો. જાટે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા, (Millet Farming) સુઆન અને કંગુ જેવા ગૌણ બાજરા (માઇનર મિલેટ્સ) ને પ્રોત્સાહન આપવા, પરવડે તેવા પ્રોસેસિંગ મશીનરી વિકસાવવા, FPOs અને મહિલા સ્વસહાય જૂથો (SHGs) ને મજબૂત કરવા અને ICAR-IIMR, હૈદરાબાદ દ્વારા બાજરા-આધારિત સાહસો અને માર્કેટ લિંકેજનો વિસ્તાર કરવા અંગે ચર્ચા કરી હતી. તેમણે ICAR-IIMR, હૈદરાબાદ વચ્ચે સંશોધન સહયોગને મજબૂત કરવા અને ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન મિલેટ્સની સ્થાપના કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સંસ્થાકીય ભાગીદારીને મજબૂત કરવાનો, જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ટકાઉ, આબોહવા-સાનુકૂળ અને આર્થિક રીતે સક્ષમ બાજરા-આધારિત કૃષિ વિકાસ તરફ ઓડિશાની યાત્રાને ઝડપી બનાવવાનો હતો.