સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારોની સાર્વાનુમતે નિંમણૂક
૦૫ ઓક્ટોબર: સુણાવ ગામે આવેલ ૧૫૫ વર્ષ જુની શૈક્ષણિક સંસ્થા સુણાવ કેળવણી મંડળ કે જે ટેકનીકલ શિક્ષણ, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વ્યવસાયલક્ષી પ્રવાહ જેવા ૧૫થી વઘારે મહત્વના ક્ષેત્રોમા અભ્યાસક્રમો ચલાવેછે અને રોજગારીની તકો વધારે છે.
તે સંસ્થામા આજે ચેરમેન શ્રી. જયંતિભાઇ બાપુજીભાઇ પટેલ ની અધ્યક્ષતામા હોદ્દેદારોની સાર્વાનુમતે નિંમણૂક કરવામા આવી હતી જેમા પ્રમુખ સ્થાને આશીતભાઇ પટેલ અને મંત્રી સ્થાને સુમંતભાઇ પટેલને રીપીટ કરવામા આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ સ્થાને હિતેશભાઇ પટેલ(પોચી) અને ભાવિકભાઇ પટેલ(વોન) નિમાયા હતા જ્યારે સહમંત્રી સ્થાને રવિ પટેલ(ઓમ ટ્રેડર્સ) અને ખજાનચી પદે અશોકભાઇ પટેલ ની નિંમણુક કરવામા આવી હતી. હિતેશ પટેલ પાેચી. ઉપપ્રમુખ સુણાવ કેળવણી મંડલ.