8 માર્ચ થી બાન્દ્રા ટર્મિનસ-જોધપુર સ્પેશિયલ (Jodhpur Special)ના સમયમાં બદલાવ
8 માર્ચ થી બાન્દ્રા ટર્મિનસ-જોધપુર સ્પેશિયલ (Jodhpur Special)ના પશ્ચિમ રેલ્વેના સ્ટેશનોના સમયમાં બદલાવ
અમદાવાદ , ૦૬ માર્ચ: પશ્ચિમ રેલ્વે સંચાલિત ટ્રેન નંબર 02480 બાન્દ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ (Jodhpur Special) સ્પેશિયલના પશ્ચિમ રેલ્વેના સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેના બોરીવલી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર સ્ટેશનોના સમયમાં બદલાવ કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે: –
ટ્રેન નંબર 02480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સ્પેશિયલ (Jodhpur Special) એક્સપ્રેસ 08 માર્ચ 2021 થી 13:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 13:51 વાગ્યે બોરીવલી પહોંચશે, 16:37 વાગ્યે સુરત પહોંચીને 16:42 વાગ્યે ઉપડશે, 18:13 વાગ્યે વડોદરા પહોંચીને 18:18 વાગ્યે ઉપડશે, 20:30 વાગ્યે અમદાવાદ પહોંચીને 20:50 વાગ્યે ઉપડશે, 22:07 વાગ્યે મહેસાણા પહોંચીને 22:09 વાગ્યે ઉપડશે, 23:38 વાગ્યે પાલનપુર પહોંચશે અને 23:40 વાગ્યે જોધપુર માટે પ્રસ્થાન કરશે.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે.
આ પણ વાંચો…6 માર્ચ થી સાબરમતી અને જોધપુર વચ્ચે અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન (jodhpur special train) દૈનિક દોડશે