Anil deshmukh 1

બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

Anil deshmukh

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો છે.

વાત એમ છે કે, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે. આ સાથે જ હાઈકોર્ટે સીબીઆઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવા જણાવ્યું છે.

ADVT Dental Titanium

આ મામલે સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને સીબીઆઈ તપાસ થવી જોઈએ. આવા કેસમાં જો લોકલ પોલીસ તપાસ કરશે તો જનતાનો વિશ્વાસ ઉઠી જશે. આ સાથે જ કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરીને તેનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા. 

ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલો પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલ કરીને તેમને પહોંચાડે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

chhattisgarh naxal attack: શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા- ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત