Tauktae 1620983426755 1620983435430

આગામી ૨૪ કલાક ગુજરાતમાં વાવાઝોડા(Cyclone In gujarat)ની અસર રહેશે – હવામાન વિભાગ

ગાંધીનગર, 18 મેઃ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડા (Cyclone In gujarat)ની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રીમતિ મનોરમા મોહંતીએ વાવાઝોડા(Cyclone In gujarat)ની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના ૭ કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.

Whatsapp Join Banner Guj

શ્રીમતિ મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત(Cyclone In gujarat) તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન કરી જાહેરઃ હવે નહીં થઇ શકે પ્લાઝમા થેરેપી(plasma therapy)- વાંચો સંપૂર્ણ અહેવાલ