Ehesas: તારા આવવાનો અલગ અહેસાસ છે….

!! અલગ અહેસાસ છે !! (Ehesas)

Ehesas: તારા આવવાનો અલગ અહેસાસ છે,
એટલે જ તો મારા મનને હળવાશ છે.

ઝૂમી રહ્યું છે, ગાઈ રહ્યું છે, મસ્તી કરી રહ્યું છે,
જાણે વર્ષો પછી મનમાંથી દૂર થતી સંકડાશ છે.
તારા આવવાનો અલગ અહેસાસ છે.

હારી ગયું’તુ, થાકી ગયું’તુ, સૂનમૂન બેસી ગયું’તુ,
આજે એ મનમાંથી દૂર થતી બધીજ કડવાશ છે.
તારા આવવાનો અલગ અહેસાસ છે.

થોભી ગયેલા જીવનની તું રાહ છે,
કરમાતા ફૂલની તું સુવાસ છે,
આજે દિલને તારા દિલ સાથે સહેવાસ છે,
તારા આવવાનો અલગ અહેસાસ છે.

આ પણ વાંચોA love story of Raj and Nargis: લેડીન ઈન વ્હાઇટ- નરગિસ

Gujarati banner 01