Devendra Patel part 6

A love story of Raj and Nargis: લેડીન ઈન વ્હાઇટ- નરગિસ

A love story of Raj and Nargis: પાછલા દાયકાઓમાં હિન્દી ફિલ્મસૃષ્ટિએ અનેક પ્રેમકથાઓ પરદા ઉપર જ નહીં, પરંતુ પરદાની પેલે પાર પણ જોઈ છે.

રાજ કપૂર મૂર્છામાં ચાલ્યા ગયા બાદ દૂરદર્શન પર સીમી ગરેવાલ કૃત ‘લીવિંગ લીજેન્ડ’માં રાજ કપૂરને નરગિસ સંબંધી સીધો પ્રશ્ન પુછાયો હતો ત્યારે રાજ કપૂરે કહ્યું હતું કે મારી અભિનેત્રીઓ મારી પત્નીઓ નથી ને મારી પત્ની મારી અભિનેત્રી નથી.

રાજ કપૂરનો આ જવાબ પોલિટિકલ અને ફિલ્મના એક સંવાદ જેવો હતો. રાજ અને નરગિસ એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં એ સહુ કોઈએ જોયેલું છે. નીલી નીલી આંખોવાળો રાજ અને લેડી ઈન વ્હાઇટ તરીકે ઓળખાતી નરગિસનો રોમાંસ નેપથ્ય ઉપર જ નહીં પણ પરદાની પાછળ પણ જબરો પાંગર્યો હતો. તેમનો પ્રણય એક પરીકથા જેવો જ રહ્યો હતો એવું નહોતું. પણ પરસ્પરને પામી ના શકવાની અનેક વ્યથાઓ અને પળોજણોનો પણ સામનો કરવો પડ્યો હતો.

nargis 2

વર્ષો પહેલાં રાજ અને નરગિસની પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ તે પણ જાણવા જેવું છે. માત્ર એકવીસ વર્ષની ઉંમરે રાજ કપૂરે જયારે ‘આગ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તે કોઈ કુશળ અભિનેત્રીની શોધમાં હતો. એ વખતે એણે મહેબૂબ ખાનના “નરિગસ’’માં રોલ ભજવનાર એક યુવાન છોકરીની બાબતમાં થોડુંક સાંભળ્યું હતું અને તે છોકરીને “આગ”માં લેવા માગતો હતો.

પરંતુ નરગિસની મા જદનબાઈ આડેધડ પોતાની છોકરીને કોઈનીયે ફિલ્મમાં કામ કરવા મોકલવા તૈયાર નહોતી.

જદનબાઈને મનાવવા માટે રાજ કપૂરને એના ઘેર સારા એવા આંટા મારવા પડ્યા હતા. છેવટે જદનબાઈ માન્યાં. “આગ” માટે કરારબદ્ધ કરવામાં આવી. જ્યારે આ ચિત્ર માટે અગાઉ વિચારવામાં આવેલ નિગાર સુલતાના અને કામિની કૌશલને છેવટે પડતાં મૂકવામાં આવ્યાં.

પછી તો “આગ”નું નિર્માણ થયું અને રાજ-નરગિસની પ્રણયગાથા પા “આગ”ના સેટ પર આરંભાઈ. ફિલ્મની સાથે સાથે તેઓ બંને એકબીજામાં ખોવાયેલાં રહેતાં.

‘આગ’ના નિર્માણ દરમિયાન નરગિસે એની એક સખી નીલમને કહ્યું હતું કે “એ મારી કરીબ સરકી રહ્યો હોય એમ લાગે છે.’

“આગ” ફિલ્મ રજૂ થઈ અને એક વાવાઝોડાની જેમ પ્રેક્ષકો પર છવાઈ ગઈ.

કહેવાય છે કે જદનબાઈને રાજ-નરગિસના પ્રેમની ખબર પડી હોત તો બેયનું આવી જ બનત, પરંતુ ૨૧મી જુલાઈ ૧૯૪૯ના રોજ જદ્દનબાઈનું અવસાન થયું ને ૧૯૫૦ની સાલમાં તો નગિસ એની સહેલીઓ સમક્ષ કબૂલતી થઈ ગઈ કે મને એના વગર નથી ચાલતું.

પછી તો રાજ અને નરગિસના સંબંધો વધુ પ્રગાઢ બન્યા. તળાવમાં વહેલી પરોઢે ખીલેલા પોયણા જેવી નરગિસ ભોળા ભોળા જેવા લાગતા રાજ સાથે વીંટળાઈ ચૂકી હતી. તેમનો રોમાંસ હવે છૂપો પણ રહ્યો ન હતો.

શરૂ શરૂમાં તો રિંગસના પરિવારે તે બધું અટકાવવા નિષ્ફળ પ્રયાસ પણ કરી જોયો પણ નરગિસ કોઈનું સાંભળે તેમ નહોતી. સેટ પર સમું કોઈ નરિંગસને વહાલથી બેબી કહેતા, જ્યારે રાજ અને “બેબ્સ’’ કહેતો.

હતી. રાજને નરિંગસની વફાદારીમાં જબરદસ્ત વિશ્વાસ હતો. જયારે નરગિસ માટે રાજ કપુર એ જ એનું આખું વિશ્વ હતું. શ્વેત એ રાજ કપૂરનો પ્રિય રંગ હતો તેથી નરગિસ અને ખુશ રાખવા હંમેશા સફેદ વસ્ત્રો જ ધારણ કરતી. તેથી બધા એને ‘લેડી ઇન વ્હાઇટ’ કહેતા.

રાજ અને નરિગસ એક વાર સાથે અમેરિકા ગયાં હતાં. નરગિસ અમેરિકાથી એની સખીને ફોન કરી હસ્યા કરતી. રાજ અને નરિંગસમાં એક ફક હતો. નરિંગસ એની લાગણીઓને કદીયે છુપાવતી નહીં. એ રાજ તરફની પોતાની ચાહત ખુલ્લી અને જાહેર રાખતી.

A love story of Raj and Nargis

રાજને એ જાહેરમાં વીંટળાઈ વળતાં પણ શરમાતી નહીં, જયારે રાજ કપૂર નરિંગસ પ્રત્યેની લાગણીઓ જાહેરમાં પ્રદર્શિત કરતો નહોતો. નરિંગસ હંમેશા મુસ્કુરાતી રહેતી જ્યારે રાજ કપૂર જિંદગીની ઘણી બધી બાબતોમાં ગંભીર રહેતો. છતાંયે બંને વચ્ચે ઘણી એકસમાન વાતો હતી જે બંનેને સાથે રાખતી, જેમ કે બંનેને ચાઈનીઝ ફૂડ ખૂબ ગમતો. કોઈ વાર રાજ એના કોટેજમાં સારું જમવાનું મંગાવી નરિંગસને બોલાવી લેતો તો કોઈ વાર નરિંગસ રાજ માટે ડબામાં ખાવાનું લઈ જતી.

રાજ અને નરગિસના સંબંધોના અદેખાઓએ એવું પણ કહ્યું કે રાજ કપૂરે નરિંગસનું શોષણ કર્યું હતું પણ નરગિસ એવું વિચારતી નહોતી. રાજ કપૂર માટેનાં પ્રેમ અને નિષ્ઠા એ સ્વૈચ્છિક હતાં. નરગિસ તો રાજ કપૂર માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતી.

સાચી વાત તો એ છે કે નરિંગસ રાજ કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તે આજીવન રાજની જ થઈને રહેવા માગતી હતી. તે પોતાની ઇચ્છા અંગત સહેલી સમક્ષ અભિવ્યક્ત પણ કરી ચૂકી હતી. ‘‘લેકિન મેં ક્યા કરું ?’ કહીને નરગિસ નિઃસાસો પણ નાખતી.

કારણ એ શક્ય નહોતું. રાજ કપૂર અગાઉથી જ કૃષ્ણા સાથે પરણેલો હતો. તેમના સંબંધોને કાયદેસરનું સ્વરૂપ અપાય તે માટે રાજ કપૂરે ઘણા વિચારો કરેલા પણ તે શક્ય

નહોતું. રાજ કપૂર પત્ની કૃષ્ણા અને બાળકોને છોડવા માગતો નહોતો. રોજ સાંજે કે મોડી રાતે શૂટિંગ પતાવીને છૂટાં પડી રાજ કૃષ્ણા પાસે જતો અને નરગિસ એકલી ઘેર જતી.

કૃષ્ણા રાજ અને નરગિસના સંબંધોથી નારાજ થઈને એક વાર પિયર ચાલી ગઈ હતી, પરંતુ સસરા પૃથ્વીરાજ કપૂર એને મનાવીને પાછી લઈ આવ્યા હતા. પરંતુ કૃષ્ણાનો એક ખાનદાની ગુણ હતો – પતિ રાજ તરફની નારાજગી એણે જાહેરમાં કદીયે વ્યક્ત કરી નહોતી. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ જાહેર ફંક્શનમાં નરગિસ અને કૃષ્ણા મળી જતાં તો બંને એકબીજા પ્રત્યે ઘૃણા રાખવાને બદલે સખીઓ હોય એમ જ વાત કરી લેતાં. ઘણા લોકો આનેય દભ કહેતા. પણ કૃષ્ણા કદીયે નરગિસ માટે ગુસ્સો દાખવતી નહીં અને એ જ રીતે નરગિસ પણ કૃષ્ણા પ્રત્યે નમ્ર રહેતી.

અને એમ પૂરા એક દાયકા સુધી રાજ-નરગિસ ગૌરવપૂર્ણ પ્રણયમાં ગૂંથાયેલાં રહ્યાં.

નરગિસ રાજકપૂરને “રાજુ” કહીને જ બોલાવતી. નરિંગસને રાજ એટલો બધો ગોકળું મેશ રાજની જ વાતો કર્યા કરતી. એની બુદ્ધિથી માંડીને બીજી તમામ આસિયતોની ને પોસા કર્યા કરતી,

રાજને પણ નરગિસ ગમતી કારણ કે તેની દેહલતા સુકોમળ અને સુંદર હતી, એટલું જ નહીં પણ તેનું સૌંદર્ય તાજા જ ખીલેલા ફૂલ જેવું પ્રાકૃતિક અને સહજ હતું અને તેથી જ નરગિસ બીજી અભિનેત્રીઓ કરતાં જુદી જ તરી આવતી હતી. નરગિસનો ચહેરો ખુદ એક અભિનય હતો, સરળ હતો, કુદરતી હતો. એ અભિનય કરે છે એવું કદીયે લાગતું નહીં એની આંખોમાં હંમેશા લાગણીઓનો મહાસાગર ઊભરાતો. આગ, બરસાત અને આવારામાં તે રાજ કપૂર સાથે અભિનય કરે છે એવું કોઈને લાગતું નથી. નગિસની એ એક્ટિંગ નહોતી પણ રાજ એને ખૂબ જ ગમતો ને ઍક્ટિંગ વખતે પણ સાચૂકલો પ્રેમ નગિસની આંખોમાં તરી આવતો.

એ જ રીતે રિંગસ પણ રાજ કપૂર માટે માત્ર અભિનેત્રી જ ના રહેતાં એના ઉત્કૃષ્ટ સર્જનો માટેનો પ્રેરણાસ્રોત બની ગઈ હતી. “જાગતે રહો”ના નિર્માણ સુધીમાં તો તેમનો પ્રણય પરાકાષ્ઠાએ પહોંચી ગયો.

હવે તો તેઓ સાથે જ ફરતાં, સાથે જ જમતાં, ફિલ્મના લોકેશન્સ શોધવા માટે સાથેજ પ્રવાસ કરતાં.

રાજ અને નરગિસ સાથે મળીને તેના કોટેજ’ ખાતે પાર્ટીમાં મહેમાનોને નોતરતાં. રાજ કપૂર અને નરગિસ જયારે રશિયા ગયાં ત્યારે રશિયામાં તો લોકોએ તેમને પતિ પત્ની જ માની લીધેલાં.

રાજ કપૂર ઇચ્છતો હતો કે ‘નરગિસે ફક્ત આર. કે.ના બેનર હેઠળ જ કામ કરવું જોઈએ અને નરિગસ તો રાજને ભરપૂર ચાહતી હતી. એ એની ઇચ્છા પ્રમાણે જ કરતી.

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-13 (Sudhani jindagini safar part-13)

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *