Shah rukh khan film pathan release date

Shah rukh khan film pathan release date: આખરે શાહરુખ ખાને ફિલ્મ’પઠાન’ ની રિલીઝ ડેટ જાહેર કરી, એક્ટરે ફિલ્મનું ટીઝર શૅર કર્યું

Shah rukh khan film pathan release date: ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ ટ્વિટર પર કિંગ ખાન ઇઝ બેક ટ્રેન્ડ કરી રહ્યું છે

બોલિવુડ ડેસ્ક, 02 માર્ચઃShah rukh khan film pathan release date: શાહરુખ ખાનના ચાહકો છેલ્લાં ઘણાં સમયથી પોતાના ફેવરિટ એક્ટરની ફિલ્મની રાહ જોતા હતા. શાહરુખ હાલમાં યશરાજ બેનરની ફિલ્મ ‘પઠાન’માં કામ કરી રહ્યો છે. યશરાજ બેનરે ફિલ્મની ઓફિશિયલ ઍનાઉન્સમૅન્ટ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ છે.

શાહરુખ ખાને સો.મીડિયામાં ‘પઠાન’ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. તેણે કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે આ મોડું છે, પરંતુ તારીખ યાદ રાખજો. ‘પઠાન’નો ટાઇમ શરૂ થઈ રહ્યો છે, 25 જાન્યુઆરી, 2023. તમારા નજીકના થિયેટરમાં મળીએ છીએ.’ આ ફિલ્મ તેલુગુ, હિંદી તથા તમિળમાં રિલીઝ થશે.

નોંધનીય છે કે, શાહરુખ ખાન દીકરા આર્યન ખાનના ડ્રેગ્સ કેસ બાદ સોશિયલ મીડિયાથી દૂર રહે છે. પરંતુ ઘણા સમય બાદ તેણે પઠાણનું ટીઝર અપલોડ કર્યુ છે. ચાહકોમાં ખુશીનો માહોલ છે. સાથે જ ટ્વિટર પર કિંગ ખાન ઇઝ બેક ટ્રેન્ડ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન છેલ્લે 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી.

આ પણ વાંચોઃ Mahendra faldu suicide: જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદ્રુપે ઑફિસમાં આપઘાત કર્યો, ગળેફાંસો ખાતા પહેલા પ્રેસનોટ લખી અખબારોમાં મોકલી આપી

Gujarati banner 01