Mahendra faldu suicide

Mahendra faldu suicide: જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદ્રુપે ઑફિસમાં આપઘાત કર્યો, ગળેફાંસો ખાતા પહેલા પ્રેસનોટ લખી અખબારોમાં મોકલી આપી

Mahendra faldu suicide: એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી

રાજકોટ, 02 માર્ચઃMahendra faldu suicide: રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદ્રુપે તેમના ઑફિસમાં આપઘાત કરી લીધુ છે. મહેન્દ્ર ફળદુ રાજકોટના જાણેતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન હતા. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

મહેન્દ્ર ફળદ્રુપે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી હતી જે દરેક અખબારોમાં મોકલી હતી. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.
મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા.

આ પણ વાંચોઃ Crude Oil Price Hike: ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રાખવા માટે અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય, વાંચો શું કહ્યું બિડેને?

એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા તેમણે એક પ્રેસનોટ લખી હતી. તેમાં તેમણે રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ, અતુલભાઇ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ નામના વ્યક્તિઓને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવીને ગંભીર આરોપો કર્યા છે. 

content image 75a667ec bdf4 46a7 8d40 473b349a325e
content image a397ff04 c9a9 403d b5d6 5969587a4b90
content image 7651b0b3 9d1a 4c86 baf8 1ca3d0c9af1e
Gujarati banner 01