Organ donation public awareness walk: અંબાજી ના 6 કિલોમીટર દૂર થી અંબાજી સુધી ની અંગદાન જન જાગરણ પદયાત્રા નું આયોજન કર્યું
Organ donation public awareness walk: અંબાજી ના 6 કિલોમીટર દૂર થી અંબાજી સુધી ની અંગદાન જન જાગરણ પદયાત્રા નું આયોજન કર્યું… રાજ્ય ગ્રુહમંત્રી હર્ષ સંઘવી પદયાત્રા ને ઝંડી આપી પ્રસ્થાન કરાવી
- Organ donation public awareness walk: વિજ્ઞાન ભલે આધુનિક બની ગયું હોય પરંતુ તે લોહી બનાવી શકતું નથી તેજ રીતે આધુનિક વિજ્ઞાન અંગો અને કોશિકાઓ નું નિર્માણ કરી શકતું નથી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 07 માર્ચ: Organ donation public awareness walk: પોતાના શરીર ના અંગો નું અંગદાન કરી બીજાનું જીવ બચાવા ના પ્રયાસના ભાગ રૂપે તેમજ અંગદાન બાબતે લોકો માં જાગૃતિ આવે તેને લઈ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ અંબાજી ના 6 કિલોમીટર દૂર થી અંબાજી સુધી ની અંગદાન જન જાગરણ પદયાત્રા નું આયોજન કર્યું હતું
આ પુર્વે યોજાયેલા એક અભિવાદન કાર્યક્રમમાં રાજ્ય ગ્રુહમંત્રી હર્ષ સંઘવી, બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ તથા પ્રદેશ મંત્રી કે.સી પટેલ, જીલ્લા કલેકટર આનંદ પટેલ, જીલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, ડીડીઓ સ્પ્નીલ ખેર એ અંગદાનના લઈ માર્ગદર્શન કર્યુ હતુ અને પ્રેરક પદયાત્રા ને ઝંડી આપી પ્રસ્તાન કરાવી હતી
આ શિવાય આ પદયાત્રા માં અનેક મહાનુભાવો સાથે સેવાભાવી સંસ્થા ના અગ્રણીઓ જોડાયા હતા ખાસ કરીને એક માણસ દ્વારા દાન કરાયેલુ શરીર 8 લોકો નું જીવ બચાવી શકે છે ફેફસા,હ્રદય,સદુપીંડ,લીવર ,કિડની અને નાનું આંતરડું જેના થી અન્ય વ્યક્તિ નું જીવ બચાવી શકાય છે વિજ્ઞાન ભલે આધુનિક બની ગયું હોય પરંતુ તે લોહી બનાવી શકતું નથી તેજ રીતે આધુનિક વિજ્ઞાન અંગો અને કોશિકાઓ નું નિર્માણ કરી શકતું નથી પણ જે વ્યક્તિ નું બ્રેઈન ડેડ થઇ ગયું હોય તેવા લોકો નું તેમના સ્વજનો દ્દ્વારા અંગો નું ડેન કરી શકાય છે
આ સાથે આંખ,હ્રદય ના વાલ,હાડકા,ત્વચા ,લિગામેન્ટ અને વેઇન નું પણ દાન કરી શકાતા હોવાનું આ યાત્રા દરમિયાન અંગદાન ને લઈ જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો છે 6 કિલોમીટર પગપાળા ચાલેલી આ યાત્રા અંબાજી મંદિરે પહોંચી ચાચરચોક માં સાયં કાલ મહા આરતી કરી
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.