Groom came in an ambulance

Groom came in an ambulance: વરરાજા દુલ્હનને લેવા એમ્બ્યુલન્સમાં આવ્યા, સ્ટ્રેચર પર મંડપમાં પહોંચ્યા, વાંચો આમ કરવા પાછળનું કારણ

Groom came in an ambulance: વરરાજાએ તેની બધી પરેશાનીઓને બાયપાસ કરીને નક્કી કરેલી તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું

ઉદયપુર, 07 માર્ચઃ Groom came in an ambulance: ઉદયપુરમાં સિંધી સમાજના સમૂહ લગ્નોત્સવ(Marriage ceremony) માં અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા તેની દુલ્હનને લેવા એમ્બ્યુલન્સ દ્વારા આવ્યો હતો. બાદમાં તે સ્ટ્રેચરની મદદથી મંડપમાં પહોંચ્યો. આ વરરાજાનો પાંચ દિવસ પહેલા અકસ્માત થયો હતો. તેમાં, વરરાજાના એક પગમાં ફ્રેક્ચર થયું હતું, પરંતુ વરરાજાએ તેની બધી પરેશાનીઓને બાયપાસ કરીને નક્કી કરેલી તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું.

વરરાજાએ પ્રતિકૂળ સંજોગોમાં પણ જીવનસાથીને સાથ આપવાનું વચન આપીને સાત ફેરા લીધા. વરરાજાની આ ભાવના જોઈને લગ્ન સમારોહમાં હાજર લોકો ભાવુક થઈ ગયા હતા. ઉદયપુરમાં મહાશિવરાત્રી પર સિંધી સમાજે 25માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ લગ્ન સમારોહમાં લગ્ન કરવા ઉદેપુરના કોળીબાગમાં રહેતો રાહુલ કટારિયા એમ્બ્યુલન્સ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યો હતો.

નોંધનીય છે કે, લગ્નના પાંચ દિવસ પહેલા રાહુલનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રાહુલના એક પગમાં ફ્રેક્ચર થયું હતું. શુક્રવારે જ રાહુલનું અમદાવાદમાં ઓપરેશન થયું હતું. સારવાર દરમિયાન રાહુલના પગમાં સળિયો નાખવામાં આવ્યો હતો. તેથી તે ચાલી શકતો ન હતો.

આ પણ વાંચોઃ Not a single indian in kharkiv now: ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી – ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.