ફોટો ગેલેરી, 03 મેઃ Met Gala 2022: મેટ ગાલાના રેડ કાર્પેટ પર સિનેમા, ફેશન, મ્યૂઝિક અને સ્પોર્ટસ જગતના સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટિન મ્યૂઝિયમ ઓફ આર્ટમાં યોજાયેલ મેટ ગાલામાં એક્ટર્સ બ્લેક લાઈવલી, રાયોન રેનોલ્ડસ, સિંગર બિલી ઈલિશ, સોશલાઈટ કિમ કાર્ડશિયાથી લઈને અનેક હસ્તીઓ નજર આવી છે.
ભારતથી સોશલાઈટ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર Natasha Poonawalla પણ મેટ ગાલામાં પહોંચી છે.
નતાશા પૂનાવાલાની અલગ સ્ટાઈલ મેટ ગાલાના રેડ કાર્પેટ પર પણ જોવા મળી. નતાશાએ મેટ ગાલા માટે ફેમસ ઈન્ડિયન ડીઝાઈનર સબ્યસાચીની પસંદગી કરી છે અને રેડ કાર્પેટ પર સાડી પહેરી હતી પણ તેમાં તેમણે પોતાની અલગ સ્ટાઈલનો તડકો લગાવ્યો
નતાશા પૂનાવાલાએ સબ્યસાચીની ગોલ્ડન ટ્યૂલ સાડી અને વેલ પહેરી હતી. તેને તેમણે Schiaparelliના મેટલ બસ્ટિયરની સાથે પેર કરી હતી. તેની સાથે જ તેમણે સબ્યસાચીની જ્વેલરી પહેરી હતી
સિંગર બિલી ઈલિશ, મોડલ કેન્ડસ ઝેનર, Bridgertonની એક્ટર ફીબી ડિનેવર પણ નજર આવી હતી. પ્રિયંકા ચોપરાના સબંધી સિંગર જો ઝોનસ અને એક્ટર સોફી ટર્નર પણ સાથે રેડ કાર્પેટ પર નજર આવ્યા
મેટ ગાલા 2022ને બ્લેક લાઈવલી, રાયન રેનોલ્ડસ, લિન-મેન્યુઅલ મિરાંડા અને રઝીના કિંગ હોસ્ટ કરી રહ્યા છે. મેટ ગાલા 2022ની થીમ ‘In America: An Anthology of Fashion’ રાખવામાં આવી