The most expensive lemon

The most expensive lemon: અહી લીંબુની થઇ હરાજી, એક લીંબુ વેચાયુ 27000 રૂપિયામાં- વાંચો વિગત

The most expensive lemon: તમિલનાડુના વિલ્લુપુરમ સ્થિત એક મંદિરમાં એક લીંબુની 27000 રૂપિયામાં નીલામ થયુ

નવી દિલ્હી, 03 મેઃ The most expensive lemon: તમિલનાડુના એક મંદિરમાં ચઢાવ્યા પછી જે એક લીંબુની કિમંત થઈ તેના વિશે જાણીને તમે દંગ રહી જશો. તમિલનાડુના વિલ્લુપુરમ સ્થિત એક મંદિરમાં એક લીંબુની 27000 રૂપિયામાં નીલામ થયુ.

આ મંદિરમાં 11 દિવસ સુધી પંગુની ઉથીરામ ઉત્સવ ચાલ્યો અને તેની સમાપ્તિ પર મંદિર પ્રશાસને ચઢેલા આવા 9 લીંબુ લીલામી માટે મુક્યા હતા જે કુલ 68000 રૂપિયામાં લીલામ થયા. તેમાથી ફક્ત એક માટે 27000 રૂપિયા આપવામાં આવ્યા.

આ પણ વાંચોઃ Surat BRTS bus accident: સુરતમાં ચાલુ સિટી બસમાં ડ્રાઇવરને ખેંચ આવતા સર્જાયો અકસ્માત, બસ હોટલમાં ઘૂસી- વાંચો વિગત

તહેવાર પહેલા 9 દિવસમાં મંદિરમાં લીંબૂ ચઢાવવામાં આવે છે. લોકો આ માન્યતાથી મંદિરમાં લીંબૂ ચઢાવે છે કે તેનાથી ધન-સમૃદ્ધિ આવશે.

એવુ પણ કહેવાય છે કે લીંબૂ સંતાનથી વંચિત કપલ્સ માટે પણ ખૂબ મદદગાર હોય છે. પહેલા દિવસે જે લીંબૂને સજાવવામાં આવે છે તે ખૂબ મહત્વપૂર્ણ અને શક્તિશાળી માનવામાં આવે છે. મહાલિંગમ અને જયંતી નામની દંપતિએ આ વર્ષના પ્રથમ લીંબૂને 27000 રૂપિયામાં ખરીદ્યુ.

આ પણ વાંચોઃ Adani Wilmar buy the Kohinoor brand: અદાણી વિલ્મરે જાણીતી બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂરના હસ્તાંતરણની જાહેરાત કરી

Gujarati banner 01