Surat bus accident

Surat BRTS bus accident: સુરતમાં ચાલુ સિટી બસમાં ડ્રાઇવરને ખેંચ આવતા સર્જાયો અકસ્માત, બસ હોટલમાં ઘૂસી- વાંચો વિગત

Surat BRTS bus accident: કારને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી

સુરત, 03 મેઃ Surat BRTS bus accident: સુરતમાં સમયાંતરે બીઆરટીએસ બસ અને સિટી બસના અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. આજે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં સિટી બસ-ચાલકને ખેંચ આવતાં કાર અને બે બાઈકને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

બસ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હતી. દરમિયાન એકાએક જ આ ઘટના બનતાં લોકો આસપાસના મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બસ એટલી ધડાકાભેર અથડાઈ હતી કે બસમાં બેઠેલા પેસેન્જરોને પણ ઇજા થઇ હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

આ પણ વાંચોઃ Adani Wilmar buy the Kohinoor brand: અદાણી વિલ્મરે જાણીતી બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂરના હસ્તાંતરણની જાહેરાત કરી

આ પણ વાંચોઃ The roof of the school collapsed: રાજ્યના આ વિસ્તારમાં સ્કૂલની છત તૂૂટતા 4 બાળક ઘાયલ, 1ને માથામાં 8 ટાંકા

Gujarati banner 01