Asha facilitator convention program at motasada: મોટાસડા ખાતે આશા અને આશા ફેસિલેટરનો સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…

Asha facilitator convention program at motasada: દાંતા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મોટાસડા ખાતે આશા અને આશા ફેસિલેટર નો સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 25 ફેબ્રુઆરી: Asha facilitator convention program at motasada: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટાસડા ખાતે તાલુકા આરોગ્ય કચેરી દાંતાનો તાલુકા કક્ષાનો આશા સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય કચેરી દાંતાની કુલ દસ(10) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશાબેનો અને આશાફેસિલેટર બહેનો મોટી સંખ્યામા હાજર રહી.

આ કાર્યક્રમમાં THO મેડમ ર્ડો. નિશાબેન ડાભી દ્વારા આશાને લગતી કામગીરીની પૂરતી સમજણ આપી અને વર્ષ દરમિયાન અંતરરીયાળ વિસ્તારમાં ઘરે-ઘરે જઈને આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચાડી ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આશા બેનો અને આશાફેસિલેટર બેનો ને પ્રથમ, બીજો, અને ત્રીજો નંબર આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઈઝ સર્ટિફિકેટ એનાયત કરાયા.

આ કાર્યક્રમનું સફળ માર્ગદર્શન અને સંચાલન THO ર્ડો. નિશાબેન ડાભી અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર હસમુખભાઈ જોશી અને તાલુકા હેલ્થ વિઝીટર ચંદ્રિકાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ….

આ પણ વાંચો: Ambaji mandir golden satra gift: અંબાજી મંદિરમાં સોનાનું સત્ર ભેટ અર્પણ કરાયું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો